ગીર સોમનાથ
જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં જિલ્લાકક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં અરજદારોએ વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી. અરજદારોએ મફતીયાપરા વિસ્તારના રસ્તાના દબાણો, વેલણ સાંથણીમાં જમીન માપણી, રેકર્ડમાં નામ રદબાતલ કરવા અંગેની રજૂઆત કરી. તાલાલાના ગીરીનામા ચોક અને જાહેર રસ્તાઓ પરના દબાણો દૂર કરવાની માંગ કરી. કેસરીયા ગામના ધણશેર રસ્તાના મેટલ કામની રજૂઆત પણ કરવામાં આવી. કલેક્ટર જાડેજાએ દરેક અરજદારોની રજૂઆત ધ્યાનથી સાંભળી. તેમણે સંબંધિત અધિકારીઓને નિયત સમયમર્યાદામાં પ્રશ્નોનું નિરાકરણ લાવવા સૂચના આપી. તેમણે શીર્ષ અધિકારીઓને નિયમોનુસાર ઝડપી કામગીરી કરવા તાકીદ કરી. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી હાજર રહ્યા. પી.જી.વી.સી.એલ, ખેતીવાડી અને ફિશરીઝ વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.