ગોધરા
ગોધરા નગરપાલિકાની ત્રિમાસિક સામાન્ય સભા નગરપાલિકા કચેરીના હોલમાં યોજાઈ. સભામાં ઓક્ટોબર-૨૦૨૪થી ડિસેમ્બર-૨૦૨૪ સુધીના ત્રિમાસિક હિસાબોને મંજૂરી અપાઈ. જન્મ અને મરણના દાખલાની ફી, જે વર્ષોથી ૧૦ રૂપિયા હતી, તેમાં વધારો કરવામાં આવ્યો. વ્હોરાવાડ પાસે જૈન દેરાસર નજીક શ્રી વિશા નીમા જૈન સમાજસંઘને ચબૂતરો બનાવવાની મંજૂરી મળી. ભૂગર્ભ ગટર યોજના હેઠળ હીર કન્સ્ટ્રક્શન-અમદાવાદની ૩,૩૩૬ જોડાણોની કામગીરીની મુદત ૬થી ૧૨ માસ કરાઈ. શહેરના ૧૮ વિસ્તારોમાં રાજ કોર્પોરેશન-ઊંઝાની કામગીરીની મુદત ૩૧ માર્ચ ૨૦૨૫ સુધી લંબાવાઈ. વ્યવસાય વેરાની ગ્રાન્ટ હેઠળ 18 સ્થળોએ વિવિધ કામો માટે રૂ. 2.31 કરોડ ગ્રાન્ટ અને રૂ. 3.10 કરોડ સ્વભંડોળનો ખર્ચ મંજૂર કરાયો. SJMMSVY યોજના અંતર્ગત જ્યોતિ ઇન્ફ્રાટેક કંપનીને 9 માસની મુદત વધારો અપાયો. મેશરી નદીના રિવર ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો સમાવેશ કરાયો. 14મા નાણાપંચ યોજના હેઠળ વિવિધ કામો માટે રૂ. 1.59 કરોડ ગ્રાન્ટ અને રૂ. 1.37 લાખ સ્વભંડોળનો ખર્ચ મંજૂર થયો. સેનેટરી વિભાગ માટે નિમા સેલ્સ કોર્પોરેશનની મુદત 6 માસ વધારવામાં આવી. કચરાના વૈજ્ઞાનિક નિકાલ માટે માતૃ એનર્જી સર્વિસ કોર્પોરેશન-વડોદરાને કોન્ટ્રાક્ટ અપાયો. નગરપાલિકામાં 5 ખાલી જગ્યાઓ ભરવા અને શિવાજી મહારાજની પ્રતિમા મૂકવાની દરખાસ્ત પર પણ ચર્ચા થઈ. અને સફાઈ કામદારોને સુપરવાઇઝર તરીકેની નિમણૂંક જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી