ચાંદખેડા
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે અમદાવાદમાં ફરી એક વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ચાંદખેડામાં AMTS બસ અને XUV કારનો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવતી XUV કાર ધડાકાભેર બસની પાછળ ઘુસી જતા ભયંકર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જો કે આ ગમખ્વાર અકસ્માતના દ્રશ્યો CCTVમાં કેદ થયા છે. કાર ચાલકની બેદરકારીથી અકસ્માત થયો છે. XUV કારમાંથી દારૂની બે બોટલ પણ મળી આવી છે. જેના પગલે અનેક સવાલો ઉભા થાય છે. જેમાંથી સૌથી મોટો સવાલ થાય કે શું નશામાં ધૂત હતો કાર ચાલક ? મળતી માહિતી અનુસાર પહેલા એક બાઈકને પણ કાર ચાલકે ટક્કર મારી હતી. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.