કલોલ
કલોલ શહેરના મિલ્કત ધરાવતા પરંતુ વર્ષોથી વેરો નહીં ભરનારા દુકાનદાર વેપારીઓ સામે નગરપાલિકાએ લાલ આંખ કરી 15 દુકાનોને સીલ કરી વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો વર્ષોથી વેરો નહીં ભરનારા વેપારીઓ સામે તંત્રની કડક કામગારીના પગલે ટેક્સ ભરપાઇ કરવા દોડધામ કરવા લાગ્યા . રૂ. 20 હજારથી ઉપરનો પ્રોપર્ટી ટેક્સ બાકી હોય તેવી દુકાનોના વેપારીઓ સામે તવાઇ શરૂ કરવામાં આવી છે.
કલોલ પાલિકા દ્વારા આસામીઓની યાદી બનાવી પાલિકા નોટિસો ફટકારવામાં આવી હતી અને તેમાં વેરો ભરપાઇ કરી દેવા માટેની સમયમર્યાદા આપવામાં આવી હતી. તેમ છતાં વેરો નહીં ભરનારા અને રૂ.20 હજારથી વધુ રકમનો ટેક્સ બાકી નીકળતો હોય તેવી મિલકતોને સીલ મારવાનો આરંભ કર્યો છે. પાલિકાના ટેક્સ વિભાગ દ્વારા જણાવાયુ છે કે કલોલ શહેરના સિંદબાદ હોટલ પાસે આવેલ ઉમિયા રેસીડેન્સી- મણિભદ્ર બિલ્ડર અને નિર્મિત ક્રિસ્ટલ બહાર આવેલી 15 દુકાનોને કલોલ નગરપાલિકા દ્વારા સીલ મારી દેવાયું નગરપાલિકાના વેરા વસુલાત વિભાગના અધિકારીઓ દ્વારા આ પ્રકારની કાર્યવાહીનો આરંભ કર્યો છે.
દુકાન માલિકો દ્વારા અગાઉના 20 હજારથી વધારે વેરો બાકી નિકળતો હોય તેવા દુકાન માલિકોની દુકાનોને સીલ કરી નગરપાલિકાએ કાયદેસર પગલા ભર્યા છે. નોટિસ આપવામાં આવી હોવા છતાં ચુકવણી ન થતાં આજે અધિકારીઓએ 15 દુકાનાને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરી હતી.