મેલું ઉપાડનારાને રોજગાર અને શુષ્ક જાજરૂ બાંધવા પર (પ્રતિબંધ) અધિનિયમ, ૧૯૯૩ રદ કરવાનો ઠરાવ વિધાનસભામાં પસાર

Spread the love

 

હાથથી મેલું ઉપાડવાના રોજગાર પર પ્રતિબંધ અને પુનર્વસવાટ બાબત અધિનિયમ, ૨૦૧૩ અમલમાં આવતાં ૧૯૯૩નો અધિનિયમ અનાવશ્યક અને અપ્રચલિત બન્યો: સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી શ્રી ભીખુસિંહ પરમાર

 

 

રાજ્યમાં મેલું ઉપાડનારાને રોજગાર અને શુષ્ક જાજરૂ બાંધવા પર પ્રતિબંધ અધિનિયમ, ૧૯૯૩ રદ કરવા માટેનો પ્રસ્તાવ સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી શ્રી ભીખુસિંહ પરમાર દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.

આ પ્રસ્તાવ રજૂ કરતાં રાજ્યમંત્રી શ્રી પરમારે જણાવ્યું કે બંધારણના અનુચ્છેદ ૨૫૨-ના ખંડ (૧) અનુસાર, મેલું ઉપાડનારાને રોજગાર તેમજ શુષ્ક-જાજરૂ બાંધવા અથવા ચાલુ રાખવા પર પ્રતિબંધ મૂકવા માટે અને સજળ (Water- Seal) જાજરૂના બાંધકામ અને જાળવણીનું નિયમન કરવા માટે અને તેની સાથે સંકળાયેલી આનુષાંગિક બાબતો માટે જોગવાઈ કરવા માટે મેલું ઉપાડનારાને રોજગાર અને શુષ્ક-જાજરૂ બાંધવા પર (પ્રતિબંધ) અધિનિયમ, ૧૯૯૩ (સન ૧૯૯૩નો અધિનિયમ ક્રમાંકઃ ૪૬) સંસદ દ્વારા અધિનિયમિત કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે પણ ઠરાવ પસાર કરીને આ અધિનિયમ અપનાવ્યો હતો.

દરમિયાન, સંસદ દ્વારા હાથથી મેલું ઉપાડનારા તરીકેના રોજગારનો પ્રતિબંધ કરવા માટે, હાથથી મેલું ઉપાડનારા અને તેઓના પરિવારોના પુનર્વસવાટ માટેની જોગવાઈ કરવા માટે હાથથી મેલું ઉપાડનારા તરીકેના રોજગાર પર પ્રતિબંધ અને તેઓના પુનર્વસવાટ બાબત અધિનિયમ, ૨૦૧૩ (સન ૨૦૧૩નો અધિનિયમ ક્રમાંકઃ ૨૫) પસાર કરવામાં આવતાં, રાજ્યમાં પણ તા. ૬ ડિસેમ્બર, ૨૦૧૩થી આ અધિનિયમ અમલમાં લવાયો છે.

જેના પરિણામ સ્વરૂપ, મેલું ઉપાડનારાને રોજગાર અને શુષ્ક-જાજરૂ બાંધવા પર (પ્રતિબંધ) અધિનિયમ, ૧૯૯૩ હવે અનાવશ્યક અને અપ્રચલિત બની ગયો છે. જેથી કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા આ અધિનિયમ રદ કરવા માટે રાજ્ય વિધાનસભામાં ઠરાવ પસાર કરવા વિનંતી કરવામાં આવી છે. જેથી સંસદ આ અંગે જરૂરી પગલાં લઈ શકે.

આમ, રાજ્યમાં ઉક્ત અધિનિયમને રદ કરવા માટેની જરૂરિયાત દર્શાવી, સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી શ્રી ભીખુસિંહ પરમારે બંધારણના અનુચ્છેદ ૨૫૨ (૨) હેઠળ, રાજ્યમાં મેલું ઉપાડનારાને રોજગાર અને શુષ્ક જાજરૂ બાંધવા પર (પ્રતિબંધ) અધિનિયમ, ૧૯૯૩ (સન ૧૯૯૩નો અધિનિયમ ક્રમાંકઃ ૪૬) રદ કરવા માટેનો પ્રસ્તાવ વિધાનસભામાં રજૂ કરતાં, વિધાનસભામાં આ અંગેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
**

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com