દરિયા માં ગેરકાયદેસર ફિશિંગ કરવા ગયેલી બે ફિશિંગ બોટો ના ટંડેલો વિરુદ્ધ નવાબંદર પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો. આ અંગે ની પોલીસ માંથી પ્રાપ્ત વિગતો અનુસાર, નવાબંદર પોલીસ સ્ટેશન નો સર્વેલન્સ સ્ટાફના પી.એસ.આઈ એમ.એ.રાઠોડ તેમજ સ્ટાફ ના મનુભાઈ સોલંકી અને પ્રદ્યુમ્નસિંહ વાઢેર પેટ્રોલીંગ માં હતો અને નવા બંદર જેટી પર ફિશિંગ બોટો નું ચેકિંગ કરી રહેલ આ smye દરિયા માંથી માછીમારી કરી પરત આવેલ IND-GJ-14-MM-1628 નંબર ની ખોડિયાર કૃપા અને IND-GJ-14-MM-1623 નંબર ની કનકેશ્વરી કૃપા નામની બન્ને ફિશિંગ બોટના ઓનલાઇન ટોકન ચેક કરતા સદરહુ બોટ નું ઓનલાઈન ટોકન લીધેલ ના હોય તેમજ ફિશિંગ કરવા માટે ની કોઈ એન્ટ્રી કરાવેલ ના હોવાનું સામે આવતા. બન્ને ફિશિંગ બોટ ના ટંડેલો ઉના ના ખડા ગામના રમેશ રાણા ભાઈ બાંભણીયા અને રમેશ ભીમભાઈ બાંભણીયા વિરુદ્ધ ગેરકાયદે ફિશિંગ મામલે નવાબંદર પોલીસ સ્ટેશનમાં ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદો 2003 ની કલમ 21(1)ચ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.