સાણંદમાં કાર ચાલકે સ્ટીયરિંગ પરથી ગુમાવ્યો કાબુ તો કાર સીધી કેનાલમાં જઈ ખાબકી, સવાર બેઠેલા 3 લોકો ના મોત

Spread the love

 

અમદાવાદ

ગ્રામ્યના સાણંદ પાસે આવેલી કેનાલમાં કાર પડતાં કાર ચાલક સહિત 3 લોકોના પાણીમાં ડૂબી જવાથી મોત થયા છે. કેનાલ ઉપરથી પસાર થતી વખતે કાર ચાલકે રાત્રિ દરમિયાન વળાંક ઉપર ટર્ન લેતા વખતે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતાં કાર કેનાલમાં ખાબકી હતી. સાણંદ તાલુકાના વિરોચનગરમાં મોડી રાત્રે કારમાં સવાર લોકો મંદિર દર્શન કરી ઘરે પરત ફરી રહ્યા હતા. કેનાલ ઉપરથી પસાર થતી વખતે રાત્રિ દરમિયાન વળાંક ઉપર ટર્ન લેતા સમયે કાર ચાલકે સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવ્યો હતો, અને તેના કારણે કાર કેનાલમાં પડી હતી. જેના પગલે લોકો દોડી આવ્યા હતા. કારને કેનાલમાંથી બહાર કાઢી ડ્રાઇવરને બચાવવા લોકોએ દોડધામ કરી મૂકી હતી. પરંતુ ડ્રાઇવરને બચાવવામાં તે નિષ્ફળ નિવળતા અંતે પોલીસને જાણ કરવામાં આવી હતી. જ્યારે JCBની મદદથી કારને બહાર કાઢતા કારચાલક મૃત હાલતમાં જોવા મળ્યો હતો. કારમાં 5 લોકો સવાર હતા. જેમાં 3 લોકોના મોત થયા હતા. ગાંધીનગરમાં રહેતા કનુભાઈ દેસાઈ, વિશાલ દેસાઈ અને દર્શન દેસાઈની મોત નિપજ્યું છે. બાકી 2 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. મૃતક કાર ચાલક સહિત 3 લોકોને પોલીસે હોસ્પિટલમાં પી એમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સાણંદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *