કચ્છ
કચ્છ જિલ્લામાં ગાંધીધામ નજીક ટિમ્બર યુનિટમાં આગ ફાટી નીકળી હોવાનું સામે આવ્યું છે. જોકે આ આગને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. કારણ કે જે જગ્યાએ આગ લાગી છે ત્યાં નજીકમાં પેટ્રોલ પંપ આવેલું છે. જેથી આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું તો મોટી જાનહાનિનો લોકોને ભય સતાવી રહ્યો છે. આગ કયા કારણોસર લાગી છે તેને લઈને હજુ કોઈ માહિતી સામે નથી આવી શકી. જોકે આ બનાવને લઈને આસપાસના વિસ્તારમાં ચિંતા ફેલાઈ ગઈ છે. અનુસાર માહિતી મુજબ, ભચાઉ-ગાંધીધામ કોરિડોર હાઈવે પર મીઠી રોહર નજીક લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. શંકર ટીમ્બર માર્ટ નામના લાકડાના ગોડાઉનમાં આગ લાગી છે. જ્યા આગ લાગી છે, ત્યા પેટ્રોલ પંપ હોવાથી લોકોમાં ડર ફેલાયો છે.
સમગ્ર ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવી રહી છે. ગાંધીધામ-ભચાઉ હાઇવે પર મીઠી રોહર નજીક ટીમ્બરના લાકડાના જથ્થામાં ફાટી નીકળતા અફરા તફરીનો માહોલ સર્જાયો છે. આ ઘટના સ્થળની બાજુમાં જ પેટ્રોલ પંપ આવેલો છે. આગની જાણ થતાં જ ભચાઉ અને ગાંધીધામ ફાયર વિભાગની ટીમો પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ છે. ફાયર ફાઈટર્સ આગને કાબૂમાં લેવા માટે સખત મહેનત કરી રહ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, સંભવિત ગરમીના કારણે લાકડા વચ્ચેના ભૂંસામાં આગ લાગી છે, જેને હાલ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. નેશનલ હાઇવે બંને તરફથી બંધ કરી દેવામાં આવ્યો છે.