અમદાવાદ
કટર મશીનમાં અચાનક બંને હાથ આવી જતાં, 17 વર્ષનાં કિશોરની બધી જ આંગળીઓ અને બંને અંગૂઠા કપાઈ ગયાં હતા. આ દુર્લભ પ્રકારની ઇજામાં, દર્દીને અમદાવાદની ઝાયડસ હૉસ્પિટલ્સમાં લઇ જવાની સલાહ અપાતાં તેને ત્યાં લઇ જવામાં આવ્યો હતો. ઝાયડસના પ્લાસ્ટિક અને રીકન્સ્ટ્રકટીવ સર્જન ડૉ. રઘુવીર સોલંકી અને ડૉ. જતીન ભોજાણી દ્વારા આ અતિ ચેલેન્જિન્ગ કેસને હેન્ડલ કરવામાં આવ્યો. સતત ૧૮ કલાક ચાલેલી આ જટિલ સર્જરી પછી, યુવાનના બંને હાથની બધી જ આંગળીઓ અને અંગુઠાને જોડી દેવામાં આવ્યાં હતા.
આ સર્જરીમાં ડોક્ટર્સે હાથની ૧ મીમી કરતા પણ નાની અને ખૂબ જ નાજૂક ચેતાઓ, તૂટેલાં અસંખ્ય હાડકાં તેમજ નસોને જોડીને હાથનાં રિકંસ્ટ્રક્શનનું ભગીરથ કાર્ય પાર પાડ્યું. આવી સર્જરીની સફળતાનો આધાર ખૂબ જ જીણી નસોને જોડી તેમાં લોહીનું પરિભ્રમણ ચાલુ રહેવા પર હોય છે. આવાં સંજોગોમાં નસોની કામ કરવાની શક્યતાઓ આશરે 50-60% જ હોય છે. તેવામાં બધી જ આંગળીઓની નસોને સફળતાપૂર્વક જોડાણ કરવું તે ભાગ્યે જ જોવા મળતી સિદ્ધિ છે.આવાં કપાયેલાં અંગોને જેમ બને તેમ ઝડપથી યોગ્ય રીતે સાચવીને નજીકના પ્લાસ્ટિક સર્જનનો સંપર્ક કરવામાં આવે તો તેને જીવતાં રહેવાની અને ભવિષ્યમાં કામ કરવાની શક્યતાઓ ઘણી વધી જાય છે.
આ પ્રકારના મુશ્કેલ રિપ્લાન્ટેશન વખતે સારવાર મેળવવા માટે ઝાયડસ હૉસ્પિટલનો પ્લાસ્ટિક અને રીકન્સ્ટ્રકટીવ વિભાગ દર્દીઓમાં પ્રથમ પસંદગી બની રહ્યો છે. આટલી પ્રખર કક્ષાની સર્જરી આપણાં ગુજરાતમાં અને અમદાવાદમાં કરવા બદલ ઝાયડસ હૉસ્પિટલ અસામાન્ય અને ઉત્કૃષ્ટ પ્રકારની સર્જરીનું દ્રષ્ટાત પૂરું પાડે છે.