જારો અને લાખો ભારતીયો વિદેશમાં રહે છે જે વિવિધ ક્ષેત્રોમાં કામ કરે છે. અહીં ભારતીય લોકો વિદેશથી ભારતમાં તેમના પરિવારોને પૈસા પણ મોકલે છે. આ જ પૈસા અંગે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ એક રિપોર્ટ બહાર પાડ્યો છે. જેમાં જણાવાયું છે કે ગયા વર્ષે વિદેશથી ભારતમાં કેટલું નાણું આવ્યું. RBIના બેલેન્સ ઓફ પેમેન્ટ્સ ડેટા વિશ્લેષણ મુજબ વિદેશમાં રહેતા ભારતીયોએ 2024માં ભારતમાં 129.4 બિલિયન ડોલર મોકલ્યા હતા જેમાં ફક્ત ડિસેમ્બર ક્વાર્ટરમાં જ 36 બિલિયન ડોલર એટલે કે 3,08,00,93,400 રૂપિયા મોકલવામાં આવ્યા હતા.