ચીન
ન અને તાઇવાન વચ્ચે ફરી એકવાર તણાવ વધી રહ્યો હોય તેવું લાગે છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) એ તાઇવાન નજીક મોટા પાયે લશ્કરી કવાયત શરૂ કરી છે. ચીનની આ કાર્યવાહી પર તાઇવાનએ પણ કડક પ્રતિક્રિયા આપી છે.
ચીની સેનાએ મંગળવારે તાઈવાનની આસપાસના પાણી અને હવાઈ ક્ષેત્રમાં મોટા પાયે લશ્કરી કવાયત હાથ ધરી હતી. પીપલ્સ લિબરેશન આર્મીના ઈસ્ટર્ન થિયેટર કમાન્ડના પ્રવક્તા શી યીના જણાવ્યા અનુસાર, આ લશ્કરી કવાયતમાં નૌકાદળ, વાયુસેના અને રોકેટ ફોર્સ સામેલ હતા અને તેનો હેતુ તાઇવાનની સ્વતંત્રતાને કડક ચેતવણી આપવાનો હતો.