બનાસકાંઠા
બનાસકાંઠાના ડીસામાં થયેલા અગ્નિકાંડમાં 21 લોકોના મોત બાદ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. 21 લોકોના જીવ લેનાર આરોપી ખૂબચંદ અને તેના પુત્ર દીપક મોહનાનીની ધરપકડ કરાઈ છે. આ સાથે પોલીસ અને વહીવટી તંત્રની ટીમે ગોડાઉનમાં રહેલા ફટાકડા અને વિસ્ફોટક સામગ્રીનું પંચનામું પણ કર્યું હતું. સરકારે આ દુર્ઘટનાની તપાસ માટે ખાસ તપાસ દળની રચના કરી છે.