ગાંધીનગર
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. રાજ્ય સરકારના પ્રવક્તા અને કેબિનેટ મંત્રી ઋષિકેષ પટેલે કેબિનેટમાં લેવાયેલા નિર્ણયની જાણકારી આપી હતી. રાજ્ય સરકારે વકીલો માટે એક મહત્વનો નિર્ણય લીધો છે.
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની કુલ ૮ જિલ્લાની કોર્ટ જ્યુડીસરીની કોર્ટ પરિસરમાં વકીલોને બેસવા માટે અલાયદી બેઠક વ્યવસ્થા બનાવવામાં આવશે.