ગુજરાત કોંગ્રેસ માટે મોટો નિર્ણય? 33 જિલ્લા અને 10 શહેર પ્રમુખોને દિલ્હી બોલાવાયા, જાણો રાહુલ ગાંધીનો મિશન પ્લાન.
Gujarat Congress: ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવા અને 2027ની વિધાનસભા ચૂંટણી માટે વ્યૂહરચના ઘડવા માટે દિલ્હીમાં મહત્વની બેઠક યોજાઈ રહી છે. આ બેઠક માટે ગુજરાતના 33 જિલ્લા અને 10 શહેર પ્રમુખોને બોલાવવામાં આવ્યા છે.
આ બેઠકનું નેતૃત્વ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને AICC મહાસચિવ કે.સી. વેણુગોપાલ કરશે.
કોંગ્રેસના સંગઠન માટે નવી દિશા?
ગુજરાતમાં સતત મળતા પરાજયથી કોંગ્રેસ માટે આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ બની ગઈ છે. પક્ષ હવે બૂથ લેવલથી જ સંગઠનને મજબૂત બનાવવાની રણનીતિ ઘડી રહ્યું છે. બેઠકમાં જિલ્લા પ્રમુખો અને શહેર પ્રમુખોને વિશેષ જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે.
બેઠકમાં શું થશે?
3 એપ્રિલ બપોરે 1:30 વાગ્યે: ઈન્દિરા ભવન, દિલ્હી ખાતે જિલ્લા અને શહેર પ્રમુખોનું આગમન.
બપોરે 3:00 વાગ્યે: રાહુલ ગાંધી સાથે સંવાદ.
4 એપ્રિલ સુધી: સંગઠનને મજબૂત બનાવવા બેઠક ચાલુ રહેશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને વિપક્ષના નેતા અમિત ચાવડાએ પણ આ બેઠકમાં હાજરી આપી છે. કોંગ્રેસ નવા સંગઠન માળખા, મીડિયા અને સોશિયલ મીડિયા હેન્ડલિંગ અને પ્રોપગંડા મેનેજમેન્ટ પર પ્રેઝન્ટેશન પણ કરશે.
2027 માટે રાહુલ ગાંધીની રણનીતિ
રાહુલ ગાંધી ગુજરાતમાં કોંગ્રેસને ફરીથી જીવંત કરવા માટે ગ્રાઉન્ડ લેવલના નેતાઓ સાથે સીધી વાતચીત કરશે. દિલ્લા પ્રમુખો પાસે સીધો ફીડબેક લેવામાં આવશે, જેથી ગુજરાતમાં ચૂંટણી માટે યોગ્ય સ્ટ્રેટેજી બનાવી શકાય.
જિલ્લા પ્રમુખોને મળશે વધુ સત્તા?
પક્ષમાં જિલ્લા સ્તરે વધુ જવાબદારીઓ આપવામાં આવશે. દર વખતની જેમ હાઈકમાણ્ડના નિર્ણય પર આધાર રાખવાને બદલે, સ્થાનિક નેતાઓને વધુ સ્વતંત્રતા આપવામાં આવશે.
કોંગ્રેસમાં નવા માળખાનું શરુઆત?
આ બેઠક સંગઠન પુનર્ગઠન માટે એક મોટો પગલું માનવામાં આવી રહ્યું છે. પાર્ટી ગ્રાઉન્ડ લેવલ પર પોતાની પકડ મજબૂત કરવા ઈચ્છે છે, જેથી 2027ની ચૂંટણી માટે કાર્યકર્તાઓ વધુ સક્રિય બની શકે.
ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત થશે કે ફરી પૂર્વ સ્થિતિમાં જઈ પડશે, તે હવે આગામી સમયમાં ખબર પડશે!