ડુપ્લીકેટ DSP બનીને RFOની નોકરીની લાલચ આપી લાખો રૂપિયા પડાવતી બબલી

Spread the love

રાજ્યમાં શોર્ટકટ પૈસા કમાવવા ડુપ્લીકેટ અધિકારીથી લઇને IT અધિકારીઓ બનીને તોડ કરતી અનેક ગેંગ પકડાઈ છે. ત્યારે બારડોલીની એક બબલીએ અગાઉ નકલી નાયબ કલેકટર બની બિલ્ડર પાસેથી 1 કરોડ રૂપિયા ખંખેરી લીધા હતા. મહિલાએ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે રહેતા અને SBI માં નોકરી કરતા કલાર્કના પુત્ર સાથે RFO ની નોકરી આપવાની લાલચ આપી રૂપિયા 13 લાખની ઠગાઇ કરી હતી. મળતી માહિતી પ્રમાણે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે રહેતા અને SBI માં નોકરી કરતા કલાર્કના પુત્ર સાથે RFOની નોકરી આપવાની લાલચ આપી રૂપિયા 13 લાખની ઠગાઇ કરવામાં આવી છે.

આ છેતરપિંડી બારડોલીની એક મહિલાએ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે, બારડોલીની આ મહિલાનો ઇતિહાસ ગુનાહિત રહ્યો છે. આ મહિલાએ ભૂતકાળમાં પણ નકલી નાયબ કલેકટર બની બિલ્ડર પાસેથી 1 કરોડ રૂપિયા ખંખેરી લીધા હતા. ડેડીયાપાડા ખાતે રહેતા અને સાગબારા ખાતે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં કલાર્ક તરીકે નોકરી કરતા શાંતિલાલ ચૌધરીના પુત્ર કૃતિકને નોકરી અપાવવાની વાત કરી વિશ્વાસમાં લઈને નકલી DSP બનીને બારડોલીની મહિલાએ રૂપિયા 13 લાખ રોકડા લઈ છેતરપિંડી કરી છે. જંગલ ખાતામાં RFOની નોકરી આપવાના વાયદા કરી રૂપિયા ખંખેરી લેતા મામલો ડેડીયાપાડા પોલિસ સ્ટેશને પહોચ્યો છે. પોલીસે કૃતિક ચૌધરીની ફરિયાદ નોંધીને નકલી DSPને એક્સયુવી વૈભવી કારની સાથે પોલીસે ડ્રેસ ઉપરાંત પોલીસ નામનું બોર્ડ કબજે કર્યું છે. જેની તપાસ ચાલુ કરી છે. નકલી DSP મહિલાનું પુરું નામ નેહા ધર્મેશ પટેલ છે. તે 103 બાબેન બંગલો તાલુકો બારડોલી જિલો સુરતની રહેવાસી છે. આ નકલી મહિલા DSPએ કતારગામમાં એક બિલ્ડર સાથે પણ છેતરપિંડી કરી છે. જેનો ગુનો કતારગામ પોલીસ સ્ટેશન ખાતે 1 કરોડની એક બિલ્ડર સાથે છેતરીપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે. આ મહિલા જે પોલીસ નાયબ કલેક્ટર જેવા ઉંચા હોદ્દાનો રૂવાબ છાંટીને લોકો સાથે છેતરીપિંડી કરતી હતી. આ મહિલા પોતે મુખ્યમંત્રીના પત્ની સાથે પણ સારા સબંધ હોવાનું ફરિયાદી કૃતિક ચૌધરીના પરિવારની સાથે વાતો કરતી હતી.

આ બધી વાતોથી પરિવાર પ્રભાવિત થઈને આર.એફ.ઓની નોકરી મેળવવા માટે 13 લાખ રૂપિયા પણ આપી દીધા હતા. જોકે, પાછળથી પરિવારને આ મહિલા નકલી DSP છે તેવી શંકા ગઇ હતી. જે બાદ આ અંગે ડેડીયાપાડા પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ છટકું ગોઠવીને ડેડીયાપાડા પોલીસે આ મહિલાને પકડી પાડી હતી. હાલ તેનો કોરોના રિપોર્ટ કઢાવીને અટકાયત કરી છે. જોકે, આ મહિલા એ ગાંધીનગરમાં મોટા અધિકારી સાથે મિટિંગ પણ કરાવી હતી. આ મહિલા રોજ અલગ અલગ જગ્યાએ તપાસ માટે કૃતિકને પણ સાથે લઇ જતી હતી. જ્યાં કૃતિકએ પોલીસનો ડ્રેસ અને પોલીસ લખેલી નેમપ્લેટ અને પોલીસની ટોપી જોઈને માની લીધું હતું કે, ખરેખર આ મહિલા SP છે. જે બાદ બીજે દિવસે તેમના સબંધી વિપુલ ચૌધરી એન મિત્ર મોહનભાઈ અને રજનીભાઈએ તેમના મોબાઈલમાં કૃતિકને પેપર કટિંગ બતાવ્યુ હતુ. જેમાં મહિલાએ નાયબ કલેકટરની ઓળખ આપી એક બિલ્ડર સાથે છેતરપિંડી કરી છે ત્યારે કૃતિકને ખબર પડી કે, આ નકલી DSP છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com