ગુજરાતના ગાંધીનગર એવા જીજે ૧૮ માંથી ગુજરાતનું સંચાલન થાય છે તે વહીવટી કચેરીઓમાં કોરોનાના કહેર વધતો જાય છે ત્યારે કોરોનાનું વિકરાળ રુપ હોય તેમ અધિકારીઓને ઝપટે લીધા છે ત્યારે ગાંધીનગર સચિવાલયમાં પાંચ નાયબ સચિવની કોરોના રિપોર્ટ પોઝીટીવ આવી છે. જેના લીધે ખળભળાટ મચી ગયો છે અને સચિવાલયની ચિતામાં વધારો પણ કરી દીધો છે. રાજ્યમાં હાલ કોરોનાનું વિકરાળ સ્વરૂપ જાેવા મળી રહ્યું છે. ગાંધીનગર સચિવાલયમાં પાંચ નાયબ સચિવની વાત કરવામાં આવે તો તેમના નામ પણ જાહેર થઈ ગયા છે. સચિવાલયમાં કેતન સુથાર (જીએડી), અમિત ઉપાધ્યાય (આરડી), આશિષ વાલા (પંચાયત), વિપુલ વસાવા (ફોરેસ્ટ), નિકુંજ જાની (હોમે ડીપાર્ટમેન્ટ) ના નામનો સમાવેશ થાય છે. જાે કે, બીજીબાજૂ ગાંધીનગર મનપાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. ત્યારે મનપાની ચૂંટણીથી શું ફરી કોરોનાનું સંક્રમણ નહિ વધે તે પ્રશ્ન ચર્ચાય રહ્યો છે.