રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે વિર્ઘાર્થી પોતાના નામ પાછળ પિતાના નામની જગ્યાએ માતાનુ નામ પણ લખાવી શકાશે. જૂના નિયમોની વાત કરવામાં આવે તો, નામ સુઘારવા માટે શિક્ષણ વિભાગમાં રજુઆત કરવામાં આવતી હતી પરંતુ હવે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને આ જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે નામ બદલવાની વાત કરવામાં આવે તો જો કોઇ કિસ્સામાં પિતાનુ મૃત્યુ થાય તો મરણ સર્ટીફિકેટ આપીને પિતાના નામની જગ્યાએ માતાનુ નામ લખાવી શકાશે.
રાજ્યના શિક્ષણવિભાગનો મહત્વનો નિયમ
બાળક નાનુ હોય અને છુટાછેડાના કિસ્સામાં અથવા માતાના પુર્નલગ્ન જેવા કિસ્સામાં અનેક અરજદારો માતાનુ નામ પાછળ લખવાની અરજીઓ આવતી હતી પરંતુ તેમાં રાજ્ય સરકાર દ્વારા સુઘારો કરવામાં આવતા હવે માતાનુ નામ લખી શકાશે. જેમાં પુરતા પુરાવાઓ અને દસ્તાવેજ આપવાથી નામમાં સુધારો થઇ શકશે.
ગુજરાતમાં હીટવેવની આગાહીને લઈને રાહત કમિશનરે જાહેર કરી માર્ગદશિકા, તમામ વિભાગોને આપી સૂચના
છૂટાછેડા, પુનઃ લગ્ન જેવા કિસ્સામાં નામ સુધારો થઈ શકશે
આ અંગે માહિતી આપતા જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌઘરીએ કહ્યું કે, ”ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ દ્વારા વિનિયમ 12-કમાં સુધારો કરવામાં આવ્યો છે. જેમાં બાળકના નામની પાછળ પિતાનું નામ હોય છે તેની જગ્યાએ માતાના નામ રાખવા માટે અરજીઓ આવતી હોય છે, ત્યારે વિનિયમમાં સુધારો કરવાથી આવી બાબતોમાં ઘણો ફાયદો થશે. છૂટાછેડા, પુનઃ લગ્ન જેવા કિસ્સામાં નામ સુધારો થઈ શકશે”