



અરે બાપ રે, કેટલો જોરદાર ફોટો છે, મેયર GJ-18 મીરાબેન પટેલ, ધારાસભ્ય ( ઉતર GJ-18 ) રીટાબેન પટેલ નવકાર મહામંત્રના જાપ કરી રહ્યા છે, બાકી કુદરતના ચોપડે બધું જ ચીતરાઈ જાય અહીંથી કોઈ નથી છૂટી શકતું. બાકી ભલે આખો દિવસ અનેક કાર્ય અને અનેક કાર્યક્રમોમાં વ્યસ્ત હોઈએ પણ શાંતિતો પ્રભુના દ્વારે જ છે, સવારથી બંને મેયર તથા ધારાસભ્ય ઘરેથી અનેક પ્રશ્નો, સમસ્યાઓ, આમંત્રણ, ઉદ્ઘાટનોમાં નીકળી જતા હશે, ઘણીવાર તો રોટલો અને સવારની ચા ની ચૂસકી પણ બહાર મારવી પડતી હશે, લોકો ને તો થતું હશે કે આ બંનેને કેવા જલસા છે, પણ બીજાની થાળીમાં લાડવો મોટો જ લાગે, મેયર ધારાસભ્યને પૂછો કે રાતે કેટલા વાગે સૂવો છો? ૧૮ કલાકથી વધારે કામ કરે છે, બાકી રાત્રે પણ અનેક કાર્યક્રમોમાં દોડતા જોવા મળે, ત્યારે આજે બંનેને મહારાજે બેસાડી દીધા છે, અને પ્રભુનું નામ લે, માળા કરો, બાકી બંનેને થતું હશે કે આજે હાશ ખરેખર શાંતિ મળી, બાકી ઉઠ્યા ત્યારથી દોડાદોડીની સવાર, આવનારી પેઢી માટે પણ આ ફોટો અગત્યનો છે, નવી પેઢી તો નાસ્તિક બની ગઈ છે, પીઝા ખાઈને મંદિરની બહારથી ડોકું હલાવીને જતી રહે, ત્યાં માળા ક્યાંથી ફેરવે, ત્યારે મેયર, ધારાસભ્યનો ફોટો આજની પેઢી જે નવયુવાન છે તેને કહી રહ્યા છે કે થોડો સમય પ્રભુભક્તિમાં પણ કાઢો, એ જ તમને સાચી દિશા તરફ લઈ જશે, બાકી આજની પેઢી તો રામ નામ જપના, પરાયા માલ અપના સમજી રહી છે, ત્યારે સેક્ટર-૨૨ ખાતે જૈન દેરાસર ખાતે પ.પૂ.પં. શ્રી દિવ્યત્નવિજયજી મ.સા. આદિ શ્રમણ-શ્રમણી વૃંદની ઉપસ્થિતિમાં વિશ્વ નવકાર મહામંત્ર દિવસ નિમિતે નવકાર મહામંત્રના જાપ કરવામાં આવ્યા હતા.