GCCI વાર્ષિક એક્સ્પો GATE 2025 પ્રથમ દિવસે ખુબ જ સફળ તેમજ યાદગાર : ગુજરાતના વ્યાપક વેપાર નેટવર્કને ડિજિટલ વ્યવહારો સાથે સંકલિત કરવા અને યુવાનોમાં ઉધોગ સાહસિકતા ને પ્રોત્સાહન આપવા : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

Spread the love

સમગ્ર દિવસ દરમિયાન 5000 થી પણ વધુ વ્યાપાર-ઉધોગ પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી ગુજરાત રાજ્યના આર્થિક વિકાસ તેમજ નવીનતમ સ્ટ્રેટેજી બાબતે મહત્વપૂર્ણ ચર્ચાઓમાં ભાગ લીધો

અમદાવાદ

ગુજરાત ચેમ્બર ઓફ_કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા આયોજિત તેઓના ત્રિદિવસીય વાર્ષિક એક્સ્પો “GATE 2025” નો પ્રારંભ આજે વિજ્ઞાન ભવન, સાયન્સ સિટી, અમદાવાદ હતો. ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેલ પ્રથમ દિવસે જ ઔધોગિક ક્ષેત્રના વિવિધ નેતાઓ, ઉદ્યોગસાહસિકો તેમજ અલગ અલગ ક્ષેત્રના નિષ્ણાતો એક્સપો ના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર દિવસ દરમિયાન 5000 થી પણ વધુ વ્યાપાર-ઉધોગ પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી ગુજરાત રાજ્યના આર્થિક વિકાસ તેમજ નવીનતમ સ્ટ્રેટેજી બાબતે મહત્વપૂર્ણ ચર્ચાઓમાં ભાગ લીધો હતો.

ઉદ્ઘાટન સમારોહમાં ભારત સરકારના માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ મહત્વપૂર્ણ બની રહી હતી. આ પ્રસંગે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અન્ય ઉપસ્થિત સન્માનનીય મહાનુભાવોમાં ગુજરાત સરકારના માનનીય ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત; શ્રી પંકજભાઈ પટેલ, ઝાયડસ ગ્રુપના ચેરમેન; શ્રી જીનલ મહેતા, ટોરેન્ટ પાવર લિમિટેડ ના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર; અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના માનનીય મેયર શ્રીમતી. પ્રતિભા જૈન અને GCCI ના પદાધિકારીઓ, શ્રી સંદીપ એન્જિનિયર, પ્રમુખ, શ્રી રાજેશ ગાંધી, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ, શ્રી અપૂર્વ શાહ, વાઇસ પ્રેસિડેન્ટ, શ્રી અજય પટેલ, પૂર્વ પ્રમુખશ્રી, શ્રી ગૌરાંગ ભગત, માનદ સેક્રેટરી અને શ્રી સુધાંશુ મહેતા, માનદ કોષાધ્યક્ષનો સમાવેશ થતો હતો. GATE 2025 ना ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત રાજ્યના માનનીય વધાનસભ્યશ્રીઓ, અગ્રણી ઉદ્યોગપતિઓ અને અસંખ્ય સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગસાહસિકો સહિત મોટી સંખ્યામાં નોંધપાત્ર વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે મુખ્ય મહેમાન શ્રી અમિતભાઈ શાહ, માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી, ભારત સરકારે ખાસ વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું જે દ્વારા તેઓએ ભારતની ઉત્પાદન સ્પર્ધાત્મકતા વધારવા માટેના કેન્દ્ર સરકારના વિઝન ની રૂપરેખા આપી હતી. તેમણે ખાસ કરીને ગુજરાતના નોંધપાત્ર ઔધોગિક વિકાસ અને રાષ્ટ્રીય આર્થિક વિકાસમાં આપણા રાજ્યના નોંધપાત્ર યોગદાન ની પ્રશંસા કરી હતી. તેઓએ આપણા દેશનું વૈશ્વિક ઉત્પાદન ક્ષેત્રે નેતૃત્વ પ્રસ્થાપિત કરવા માટેની વિવિધ વ્યૂહરચના વિશે પણ વાત કરી હતી. તેઓએ આપણા દેશની સ્વતંત્રતા પછી સ્થાપિત થયેલ GCCI ના નિરંતર વ્યાપાર-ઉદ્યોગ પરત્વે યોગદાનની નોંધ લઇ તેની પ્રશંસા કરી હતી. તેઓએ ગુજરાતના સતત ઔધોગિક વિકાસ અને છેલ્લા 75 વર્ષોમાં રાજ્યના વ્યાપાર-ઉદ્યોગ માટે ચેમ્બરના નોંધપાત્ર સમર્થનનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. આપણા દેશના ભવિષ્યલક્ષી 25 વર્ષના રોડમેપ માટે વિવિધ આવશ્યકતા પર ભાર મૂકતા, તેઓએ ગુજરાતના વ્યાપક વેપાર નેટવર્કને ડિજિટલ વ્યવહારો સાથે સંકલિત કરવા અને યુવાનોમાં ઉધોગ સાહસિકતા ને પ્રોત્સાહન આપવા પર ખાસ ભાર મૂક્યો હતો. તેઓએ સ્ટાર્ટઅપ્સ સાથે જોડાણો બનાવીને તેમજ મજબૂત સહાયક ઉંધોગ ઇકોસિસ્ટમ કેળવીને MSME ને મજબૂત બનાવવા માટે હાકલ કરી હતી. તેઓએ સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સીમલેસ ઇન્ટર કનેક્ટિવિટી અને ગુજરાતના વ્યાપક દરિયાકાંઠાના વ્યૂહાત્મક ફાયદાના મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો હતો.

શ્રી અમિતભાઈ શાહે ગુજરાતની મુખ્ય નોંધપાત્ર સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો હતો જેમાં માળખાગત સુવિધાઓ, 100% વીજળી કરણ, માતૃત્વ સ્વાસ્થ્યમાં સુધારો અને ભારતીય ઉત્પાદન, રેલવે અને 5G ટેકનોલોજી માં પ્રગતિ નો સમાવેશ થતો હતો. તેઓએ ગુજરાતની વ્યૂહાત્મક વૈશ્વિક આર્થિક સ્થિતિ અને 2047 માટેનો માર્ગ નક્કી કરવા માટે રચાયેલ GCCI ની સંસ્થાકીય પહેલની પ્રસંશા કરી હતી. આ કાર્યક્રમ ગુજરાતના ઔદ્યોગિક પાવરહાઉસ અને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની ભારતની આકાંક્ષા માં મુખ્ય ફાળો આપનાર બની રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી.

માનનીય કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી તેમજ સહકાર મંત્રી શ્રી અમિતભાઈએ તે બાબત પર ખાસ ભાર મૂક્યો હતો કે જે રીતે વર્ષ 1949માં શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ તેમજ શ્રી અમૃતલાલ હરગોવન દાસે GCCI નો પાયો નાખ્યો હતો તે રીતે GCCI સંસ્થા ના આગામી 25 વર્ષ ના નેતૃત્વએ પ્રોફેસનલ અપ્રોચ થકી આપણા પ્રધાનમંત્રીશ્રી ની વિકસિત ભારતની વિઝન માટે સતત પ્રયત્ન કરવા જોઈએ.

માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે તેઓના વક્તવ્ય માં રાજ્ય સરકારની વ્યાપક ઔધોગિક વિકાસ યોજના વિશે વિગતવાર ચર્ચા કરી હતી. તેઓએ પર્યાવરણીય ટકાઉપણું સુનિશ્ચિત કરતી વખતે વ્યવસાય-મૈત્રીપૂર્ણ પરિસ્થિતિઓમાં સુધારો કરવાના હેતુથી રાજ્ય દ્વારા લેવામાં આવેલ વિવિધ નીતિગત પગલાં વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તમામ ઉદ્યોગો માટે સહાયક ઇકોસિસ્ટમ ને પ્રોત્સાહન આપવા માટે વહીવટીતંત્રના સમર્પણને મજબૂત બનાવવાની રાજ્યની પ્રતિબદ્ધતાનો પણ તેઓએ ખાસ ઉલ્લેખ કર્યો હતો. તેઓએ ભારતના બંધારણના 75 વર્ષ અને GCCI ની સમાંતર 75 વર્ષની યાત્રાના ઐતિહાસિક મહત્વને બિરદાવ્યું હતું. તેઓએ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની “વાઇબ્રન્ટ ગુજરાત” પહેલ થકી રાજ્યના વ્યાપાર ઉદ્યોગની સમગ્ર દેશ તેમજ દુનિયામાં ઉભી થયેલ વ્યાપક અસર ની પ્રશંસા કરી હતી તેમજ માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહ ના માર્ગદર્શન હેઠળ અમલમાં મુકવામાં આવેલી મહત્વપૂર્ણ જમીન મહેસૂલ કાયદાકીય પહેલ પર પણ પ્રકાશ પાડયો હતો.

તેઓએ આર્થિક વિકાસ પ્રત્યે રાજ્યની અતૂટ પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી હતી અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આપવામાં આવેલા નવ મુખ્ય સંકલ્પોની રૂપરેખા આપી હતી જેમાં જળ સંરક્ષણ, પર્યાવરણીય ટકાઉપણું, સ્વચ્છતા, લોકલ માટે વોકલ, પર્યટન, ઓર્ગેનિક ખેતી, સ્વસ્થ જીવનશૈલી જાળવણી અને જીવનશૈલી બાબતે માર્જિન માં ધકેલાઈ ગયેલા વિવિધ સમુદાયો માટે આપણા સૌના સંયુક્ત સમર્થનનો સમાવેશ થાય છે.

આદરણીય મહેમાન ગુજરાત સરકારના માનનીય ઉધોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે રાજ્યના ઔદ્યોગિક વિકાસનો રોડમેપ રજૂ કર્યો હતો. MSME વિકાસ અને રોકાણ સુવિધા પર ધ્યાન કેન્દ્રિત કરીને, તેમણે ગુજરાતને ભારતના ઉત્પાદન કેન્દ્ર તરીકે સ્થાપિત કરવા માટે નીતિગત પગલાંની રૂપરેખા આપી હતી, સાથે સાથે ટકાઉ ઔદ્યોગિક વિસ્તરણ સુનિશ્ચિત કરવા બાબતે રાજ્યની પ્રતિબદ્ધતા નો ઉલ્લેખ કર્યો હતો. તેમણે વ્યાપાર-ઉદ્યોગ વિકાસ માટે વિવિધ નીતિવિષયક હિમાયત કરવામાં અને સમગ્ર ગુજરાતમાં ઔધોગિક વિસ્તરણને પ્રોત્સાહન આપવામાં GCCI ની મહત્વપૂર્ણ ભૂમિકાનો સ્વીકાર કરતા તેની પ્રસંશા કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતના માથાદીઠ આવકમાં થઇ રહેલ સતત વધારો, રાજ્યની મજબૂત આર્થિક પ્રગતિનો પુરાવો છે. ગુજરાત રાષ્ટ્રીય આવકમાં 33% નોંધપાત્ર યોગદાન આપી રહ્યું છે અને રોજગાર સર્જનમાં આગળ વધી રહ્યું છે, બલ્ક ડ્રગ પાર્ક, સિરામિક પાર્કે, સ્માર્ટ GIDC અને ટેક્સટાઇલ પાર્ક જેવી પહેલો રાજ્યના ઔધોગિક પાયાને વધુ મજબૂત બનાવી રહી છે. તેમણે 2047 માટે રાજ્યના વ્યૂહાત્મક રોડમેપમાં રિસર્ચ તેમજ ડેવલપમેન્ટ, ટેકનોલોજી વિષયક પ્રગતિ અને સુવ્યવસ્થિત લોજિસ્ટિક્સના સર્વોચ્ચ મહત્વ પર ખાસ ભાર મુક્યો હતો.

GCCI ના પ્રમુખ શ્રી સંદીપ એન્જિનિયરે જાહેર-ખાનગી સહયોગને પ્રોત્સાહન આપવા માટે ચેમ્બરના વ્યૂહાત્મક દ્રષ્ટિકોણ વિશે વાત કરી હતી. તેઓએ સમગ્ર ગુજરાતમાં ટકાઉ ઔધોગિક વિસ્તરણને ટેકો આપવા અને નીતિ ભલામણો અને તમામ હિસ્સેદારો સાથે સહયોગી પ્રયાસો દ્વારા વ્યાવસાયિક વાતાવરણને સુદ્રઢ બનાવવા બાબતે GCCI ની ભૂમિકા નો ઉલ્લેખ કર્યો હતો.

GCCI ની 75મી વર્ષગાંઠ ની ઉજવણી સાથે સંલગ્ન તેવા સંસ્થાના વાર્ષિક એક્સ્પો “GATE 2025” બાબતે વિગતવાર માહિતી આપી હતી તેમજ આપણા રાજ્યના ઔધોગિક ક્ષેત્રને અવિરત સમર્થન બદલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ નો આભાર માન્યો હતો.

ઝાયડસ ગ્રુપના ચેરમેન શ્રી પંકજ પટેલે ગુજરાતના જાગૃત તેમજ લાઈવ-વાયર ઉદ્યોગસાહસિક વલણ પર ભાર મૂક્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે ઉદ્યોગસાહસિકો રાષ્ટ્રીય પ્રગતિના અનિવાર્ય ચાલક છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ‘વિકસિત ભારત’ હાંસલ કરવા માટે એક સંકલિત, બહુ-પરિમાણીય પરિવર્તનની જરૂર છે. તેમણે આ મહત્વાકાંક્ષી દ્રષ્ટિકોણ માટે ત્રણ મહત્વપૂર્ણ ક્ષેત્રો નો ઉલ્લેખ કર્યો હતો જેમાં આગામી પેઢી ની ક્ષમતાઓનો વિકાસ, વિકસિત ભૂ-રાજકીય અને તકનીકી લેન્ડસ્કેપ્સને સક્રિય બનાવવાની વ્યૂહ રચના તેમજ

ઇનોવેટિવ ઇકોસિસ્ટમનું પોષણ તેમજ પ્રોત્સાહન ખાસ .ઉલ્લેખનીય છે. તેઓએ ઉદ્યોગોને વૈશ્વિક ભાગીદારી કેળવવા તેમજ શ્રેષ્ઠ સ્પર્ધાત્મકતા પ્રાપ્ત કરવા બાબત પ્રાથમિકતા આપવા પ્રોત્સાહિત કર્યા હતા.

GCCI “GATE 2025” ની ઉજવણીના ભાગ રૂપે સંભારણા નું ઉપસ્થિત મહાનુભાવો એ સત્તાવાર અનાવરણ કર્યું હતું

GCCI ના વરિષ્ઠ ઉપપ્રમુખ શ્રી રાજેશ ગાંધી દ્વારા આભાર વિધિ પછી ઉદ્ઘાટન સમારોહ નું સમાપન થયું હતું.

“GATE 2025” ના પ્રથમ દિવસના બપોરના સત્રો ના ભાગ રૂપે વિવિધ પેનલ ચર્ચાઓ નું આયોજન થયું હતું. જેની શરૂઆત ઉધોગ નિષ્ણાતો: શ્રી શોબિત રાય, એમડી અને સહ-સ્થાપક, પ્રોઝીલ ગ્રીન એનર્જી લિમિટેડ અને શ્રી મનન ઠક્કર, એમડી અને સહ-સ્થાપક સાથે સસ્ટેનેબિલિટી અને રિન્યુએબલ એનર્જી પર વિસ્તૃત ચર્ચા સાથે થઈ હતી. પેનલે સર્ક્યુલર ઇકોનોમી મોડેલ્સ પર વ્યવહારુ કેસ સ્ટડી રજૂ કર્યા હતા જેમાં સસ્ટેનેબલ પ્રેક્ટિસ, વ્યાપાર-ઉદ્યોગ ના દરેક તબક્કે કાર્યક્ષમતા નો આગ્રહ અને વ્યવસાયની નફાકીય ક્ષમતા કેન્દ્ર સ્થાને હતા. વક્તાઓએ નવીનીકરણીય ઊર્જા અને ઔધોગિક વેસ્ટની કાર્યક્ષમ વ્યવસ્થા બાબતે નવીન અભિગમ અપનાવવા પર ખાસ પ્રકાશ પાડ્યો હતો અને ગ્રીન ઔધોગિક ઉકેલોમાં ગુજરાતના નેતૃત્વની પ્રસંશા કરી હતી.

“₹1000 કરોડનો માટે વિવિધ સ્ટ્રેટેજી : MSME વૃદ્ધિ અને વિસ્તરણ માટેની વ્યૂહરચના” વિષય પર પેનલ ચર્ચામાં પ્રતિષ્ઠિત ઉદ્યોગ નેતાઓએ ખુબ ઉપયોગી વિઝન પુરી પાડી હતી. IamSMEofIndia ના ચેરમેન અને જયરાજ ગ્રુપ, ફરીદાબાદના સ્થાપક શ્રી રાજીવ ચાવલાએ સ્ટ્રક્ચરલ વિકાસ માળખા પર ભાર મૂક્યો હતો, જ્યારે પ્લાસ્ટઇન્ડિયાના પ્રમુખ અને વિશાખા ગ્રુપના ચેરમેન શ્રી જિગીશ દોશી અને ગુજરાત ટી પ્રોસેસર્સ એન્ડ પેકર્સ લિમિટેડ (વાઘ બકરી ટી ગ્રુપ) ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી પારસ દેસાઈએ વ્યવસાયિક લિગસી નો લાભ લેવા વિશે વાત કરી હતી. શ્રી સાવન ગોડિયાવાલાના સંચાલન હેઠળ, આ સત્રમાં MSMEs ને આજના સ્પર્ધાત્મક બજારોમાં ટકાઉ વિસ્તરણ માટે કાર્યક્ષમ વ્યૂહરચનાઓ પ્રદાન કરવામાં આવી હતી.

“વિકસિત ભારત 2047 માટેનું વિઝન” માટેની ભવિષ્ય દર્શી પેનલે ગુજરાતના ઉભરતા વ્યવસાયિક નેતાઓના ગતિશીલ દ્રષ્ટિકોણ ની પ્રસ્તુતિ કરી હતી. એસ્ટ્રલ એડહેસિવ્સ અને પેઇન્ટ્સના સી.ઈ.ઓ શ્રી સૌમ્ય એન્જિનિયરે નવીનતા-

આધારિત્ વૃદ્ધિ વ્યૂહરચના પર ભાર મૂક્યો હતો. જ્યારે વાડીલાલ ગ્રુપના સીએફઓ અને નોન-ઇન્ડિપેન્ડન્ટ નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી કલ્પિત ગાંધીએ નવી અર્થવ્યવસ્થામાં લેગસી બ્રાન્ડ્સને ટકાવી રાખવા અંગે આંતરદૃષ્ટિ શેર કરી હતી. એન. કે પ્રોટીન્સ (તિરુપતિ ખાધ તેલ) ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી પ્રિયમ પટેલે કૃષિ-વ્યવસાય ક્ષેત્રની પરિવર્તનશીલ સંભાવના પર પ્રકાશ પાડ્યો હતો. શેલ્બી હોસ્પિટલ્સના શ્રી શનય શાહે રાષ્ટ્ર નિર્માણમાં આરોગ્ય સંભાળની મહત્વપૂર્ણ ભૂમિકાની રૂપરેખા આપી હતી અને વિશાખા ગ્રુપના ડિરેક્ટર શ્રી અક્ષત દોશીએ ગુણવત્તા જાળવણી પર ભાર મૂક્યો હતો જે વિકસિત ભારત બનાવવાના પાયાના પથ્થર તરીકે સાબિત થશે અને તે થકી ઇનોવેશનને પ્રોત્સાહન મળશે તથા વૈશ્વિક ધોરણો પ્રાપ્ત થશે અને ભારતીય નિર્મિત ઉત્પાદનો અને સેવાઓમાં ટકાઉ વિકાસને આગળ ધપાવવામાં મદદરૂપ સાબિત થશે. જાણીતા આર. જે શ્રી ધ્વનિત ઠાકર દ્વારા સંચાલિત આ ચર્ચામાં ભારતના વિકાસ માટે એક મહત્વાકાંક્ષી છતાં પ્રાપ્ત કરી શકાય તેવા રોડમેપની રૂપરેખા આપવામાં આવી હતી, જેમાં વિકસિત ભારત 2047 ના વિઝનને સાકાર કરવા માટે પરંપરાગત વ્યવસાયિક આવડત અને અત્યાધુનિક ટેકનોલોજીકલ અપનાવવાનો સમાવેશ થતો હતો.

એરાઇઝ એલ.એલ.પી. ના જનરલ મેનેજર શ્રી મનીષ મહારાજે “આફ્રિકન તકો: નફામાં સંભવિતતા” વિષય પર એક સુંદર સત્ર સંચાલિત કર્યું હતું. તેઓએ આફ્રિકન બજારોમાં ઉભરતી વ્યવસાયિક સંભાવનાઓ પર પ્રકાશ પાડ્યો હતો. ભારતીય વ્યવસાયો માટે તેઓના હાજરી વિસ્તારવા માટે વ્યવહાર વ્યૂહરચનાઓ પ્રસ્તુત કરી હતી. તેઓએ યોગ્ય સ્ટ્રેટેજી થકી ઉચ્ચ વૃદ્ધિની સંભાવના ધરાવતા મુખ્ય ક્ષેત્રો પર પ્રકાશ પાડ્યો તેમજ તે થકી આંતરરાષ્ટ્રીય તકોનો લાભ લેવા માંગતી કંપનીઓ માટે મૂલ્યવાન માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

ઉપરોક્ત વિવિધ સત્રોની સાથે, GATE 2025 ના “પ્રદર્શન એરિયા” માં વિવિધ ક્ષેત્રોના 300+ પ્રદર્શકો સાથે વ્યવસાય નેટવર્કિંગ માટે એક ગતિશીલ પ્લેટફોર્મ પ્રાપ્ત થયું હતું. ઉપસ્થિત સૌ પ્રતિનિધિઓએ આ ક્રિયા-પ્રતિક્રિયાઓ થકી ઉદ્ભવતા અર્થપૂર્ણ આદાનપ્રદાન અને સંભવિત સહયોગની તકો ઉજાગર કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *