ટ્રમ્પના યુટર્નથી વિશ્વભરના શેર માર્કેટમાં મોટો ઉછાળો, અમેરિકામાં તો રેકોર્ડ તૂટ્યો

Spread the love

 

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઘણા વિવાદ પછી ટેરિફ વધારો 90 દિવસ માટે મુલતવી રાખ્યો છે. તેમના આ નિર્ણય પછી વિશ્વભરના શેરબજારોમાં ભારે ઉછાળો આવ્યો છે. જાપાન, કોરિયાથી લઈને ઓસ્ટ્રેલિયા સુધી બજાર ખુલતાની સાથે જ શેરમાં તેજી જોવા મળી. ચીન પર 125% ટેરિફ લાદ્યા પછી ટ્રમ્પે ઘણા દેશો પર ટેરિફને અસ્થાયી રૂપે મુલતવી રાખ્યો છે.

ટ્રમ્પની આ જાહેરાત પછી અમેરિકન બજારોમાં તેજી જોવા મળી. એશિયાના શેરબજારોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

બીજા વિશ્વયુદ્ધ પછી ત્રીજી વાર મોટો ઉછાળો

અમેરિકાનો S&P 500 9.5 ટકા ઉછળીને 2008 પછીના તેના શ્રેષ્ઠ સ્તરે પહોંચ્યો. બીજા વિશ્વયુદ્ધ પછી એક જ દિવસમાં આટલો મોટો ઉછાળો ત્રીજી વખત જોવા મળ્યો છે. અમેરિકન સ્ટોક એક્સચેન્જ નાસ્ડેકમાં 12.2 ટકાનો ઉછાળો જોવા મળ્યો. ૩ જાન્યુઆરી 2001 પછી એક દિવસમાં આ સૌથી મોટો ઉછાળો છે. વૈશ્વિક બજારની વાત કરીએ તો ગુરુવારે જાપાનના નિક્કી 225 માં 8.3% ટકાનો મોટો ઉછાળો જોવા મળ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી પણ 5 ટકાના વધારા સાથે ખુલ્યો. ઓસ્ટ્રેલિયાના ASX 200 માં પણ 6 ટકાનો વધારો જોવા મળ્યો.

એશિયન બજારમાં જોવા મળી તેજી

ગુરુવારે હોંગકોંગ શેરબજારમાં પણ તેજી જોવા મળી. અહીં હેંગ સેંગ ઇન્ડેક્સ 2.69 ટકાના વધારા સાથે 20810.43 પર ખુલ્યો. જ્યારે શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ 41.03 પોઈન્ટ વધીને 3227.84 પર ખુલ્યો. તાઇવાનના શેરબજારમાં પણ શરૂઆતમાં 9.2 ટકાનો વધારો જોવા મળ્યો. વિયેતનામે યુએસ નિકાસ પર 46 ટકા ટેરિફ લાદવામાં વિલંબ કર્યા પછી ગુરુવારે શેરબજારમાં 6.5 ટકાથી વધુનો ઉછાળો આવ્યો. ગુરુવારે ખુલ્યા પછી તરત જ મુખ્ય સૂચકાંક 72.41 પોઈન્ટ અથવા 6.62 ટકા વધીને 1166.71 પર પહોંચી ગયો. ખુલ્યા પછી તરત જ ઇન્ડોનેશિયાનો બેન્ચમાર્ક સ્ટોક ઇન્ડેક્સ લગભગ 5 ટકા વધ્યો. ગુરુવારે બજાર ખુલ્યા પછી તરત જ જકાર્તા કમ્પોઝિટ ઇન્ડેક્સ 289.2 પોઈન્ટ વધીને 6257.18 પર પહોંચી ગયો. આ સાથે બીજી તરફ સલામત રોકાણ તરીકે જોવામાં આવતું જાપાનીઝ યેન ડોલર સામે 0.64 ટકા વધીને 146.83 યેન પ્રતિ ડોલર થયું. તે જ સમયે સોનાનો ભાવ 0.5 ટકા વધીને 3097 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયો.

વાહ… સોનું થયું સસ્તું! જાણો પ્રતિ 10 ગ્રામના લેટેસ્ટ રેટ, ફટાફટ જ્વેલર્સની દુકાને પહોંચી જાઓ

ચીન-અમેરિકા ટ્રેડ વોર યથાવત

રેસીપ્રોકલ ટેરિફ મુદ્દે વૈશ્વિક સ્તરે વિવાદનો સામનો કરી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પે 9 એપ્રિલણઆ મોટો નિર્ણય લેતા ટેરિફને 90 દિવસ માટે મુલતવી રાખવાની જાહેરાત કરી. પરંતુ ટેરિફ મુદ્દે ચાલી રહેલા ચીન અને અમેરિકા વચ્ચેના ટ્રેડ વોરમાં કોઈ સુધારો કરવામાં આવ્યો નથી. હવે ચીન પર 125 ટકા પારસ્પરિક ટેરિફ લાદવામાં આવ્યો છે. પહેલા તે 104 ટકા હતું. તેને હાલ પૂરતું બાકીના દેશોમાંથી દૂર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે 2 એપ્રિલના રોજ યુએસ વહીવટીતંત્રે ઘણા દેશો પર ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે vtvgujarati.com આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *