કેન્દ્ર સરકાર દ્વારા આઠમાં પગાર પંચની જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી હતી. હવે આ પગાર પંચના અધ્યક્ષ અને સભ્યોની જાહેરાત ટૂંક સમયમાં થવાની છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓને વર્ષ 2026થી નવા પગાર પંચ મુજબ પગાર મળવાની સંભાવના છે.
શું છે વિગત
અલગ-અલગ મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા (ડીએ) ને બેસિક સેલેરી સાથે મર્જ કરવાના સમાચાર છે.
પાછલા પગાર પંચ અનુસાર ફિટમેન્ટ ફેક્ટર લાગૂ થવાથી પહેલા મૂળ વેતનને ડીએમાં મર્જ કરવામાં આવતું હતું. આઠમાં પગાર પંચમાં પણ આ રીત અપનાવવામાં આવી શકે છે. પરંતુ રિપોર્ટ્સ જણાવે છે કે જો મૂળ વેતનને ડીએમાં મર્જ કર્યા બાદ ફિટમેન્ટ ફેક્ટર લાગૂ કરવામાં આવે છે તો તે ઓછું થઈ શકે છે.
આટલો થઈ શકે છે પગાર
તાજેતરમાં સાતમાં પગાર પંચ હેઠળ કર્મચારીઓના ડીએમાં 2 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. વર્તમાનમાં કેન્દ્રીય કર્મચારીઓને 55 ટકા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. સાતમાં પગાર પંચ હેઠળ લેવલ 1 પર સરકારી કર્મચારીઓ માટે મિનિમમ બેઝિક સેલેરી 18000 રૂપિયા છે અને જો 55 ટકા ડીએને મૂળ વેતનમાં મર્જ કરવામાં આવે તો તે 27900 રૂપિયા થાય છે. પાછલી પેટર્ન અનુસાર ફિટમેન્ટ ફેક્ટર 18000 રૂપિયાની જગ્યાએ 27900 રૂપિયા પર લાગૂ કરવામાં આવી શકે છે. અલગ-અલગ રિપોર્ટ્સના આધાર પર નવું પગાર પંચ 1.92 અને 2.86 વચ્ચે ફિટમેન્ટ ફેક્ટરનું સૂચન કરી શકે છે. તેથી જો 1.92 ફિટમેન્ટ ફેક્ટર લાગૂ કરવામાં આવે તો વેતન 53568 રૂપિયા થશે. જો ફિટમેન્ટ ફેક્ટર 2.57 છે (જે પહેલા હતું) તો વેતન વધી 71703 રૂપિયા થઈ જશે. જો તે 2.86 રહે તો વેતન 79794 રૂપિયા થઈ શકે છે. એટલે કે જે કર્મચારી આજે 18000 રૂપિયાના મૂળ વેતન પર કામ કરી રહ્યાં છે, તેને ભવિષ્યમાં આઠમું પગાર પંચ લાગૂ થવા પર 53000 રૂપિયાથી 79000 રૂપિયા સુધીનો પગાર મળી શકે છે.
59% સુધી વધશે અદાણી ગ્રુપનો આ શેર ₹800 ને પાર જશે ભાવ, એક્સપર્ટે કહ્યું- ખરીદો
જાન્યુઆરીથી અત્યાર સુધી શું-શું થયું?
16 જાન્યુઆરીએ સરકારે આઠમાં પગાર પંચની જાહેરાત કરી અને કહ્યું કે પેનલના સભ્યોના નામ જલ્દી જાહેર કરવામાં આવશે. પરંતુ આઠમાં પગાર પંચ પર સરકારે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે આઠમું પગાર પંચ 2025ના બીજા છ મહિનામાં પોતાની ભલામણો આપી શકે છે. આઠમું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગૂ થઈ શકે છે.