રાજ્યના વધુ 49 PSIને PIનું પ્રમોશન

Spread the love

 

ગુજરાત પોલીસ વિભાગના પોલીસ કર્મચારી-અધિકારીઓને સંવર્ગવાર સમયસર બઢતી મળી રહે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સમયસર બઢતી મળતાં પોલીસ કર્મચારીઓના મનોબળમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે હાલમાં ચાલતા બઢતી બદલીના દોર વચ્ચે વધુ રાજકોટ શહેર-જિલ્લાના ત્રણ સહિત રાજ્યના 49 પીએસઆઇને પીઆઇના પ્રમોશન મળતા પોલીસ કર્મચારીગણમાં આનંદ ફેલાયો છે.

કર્મચારીની બઢતી તેનામાં નવી ઉર્જાનો સંચાર કરીને કાર્યક્ષમતા વધારવામાં તો મહત્વનો ભાગ ભજવે જ છે, ઉપરાંત કર્મચારીની બઢતી સમગ્ર પરિવારને પણ સ્પર્શતો મુદ્દો છે. તેથી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા આ બાબતને ખૂબ જ સંવેદનાથી લઈ પોલીસ કર્મચારીઓની બઢતી માટે તમામ જરૂૂરી સંલગ્ન પ્રક્રિયાઓ સમયસર કરવા આદેશો આપવામાં આવ્યા છે. જેના પરિણામસ્વરૂૂપે ગુજરાત પોલીસ વિભાગમાં વર્ષ 2024માં કુલ 6770 પોલીસ કર્મચારી-અધિકારીઓને બઢતી મળી હતી. ત્યારે વર્ષ 2025માં પણ બઢતી બદલીનો દોર યથાવત હોય તેમ રાજ્યના વધુ 49 પીએસઆઇને પીઆઇના પ્રમોશન અપાયા છે.

જેમાં રાજકોટ રાજકોટ પીસીબીના પીએસઆઈ એમ.જે. હુણ, પ્ર.નગર પોલીસ મથકના પીએસઆઈ બી.વી. બોરીસાગર, રાજકોટ ગ્રામ્યના પીએસઆઇ રાઘવ સાંકળિયા, કમલેશ ગરચર, રાજકોટના તત્કાલીન અને કચ્છ પૂર્વ ગાંધીધામના પીએસઆઇ અને અસ્મિતાબેન પિપરોતર સહિત રાજ્યના 49 પીએસઆઈને પીઆઈનું પ્રમોશન આપવામાં આવ્યું છે. વર્ષ 2024ની બઢતીની સિદ્ધિ અને વર્ષ 2025ની શરૂૂઆતમાં થયેલી બઢતીઓથી રાજ્યની લો એન્ડ ઓર્ડર વ્યવસ્થામાં વધુ મજબૂતી આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *