
વોશીંગ્ટન ડીસી,
ટેરિફને લઈને અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધો અત્યંત તણાવપૂર્ણ બન્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનથી અમેરિકામાં આયાત થતા માલ પર ટેરિફ વધારીને ૧૪૫ ટકા કર્યો છે. આ ૧૪૫ ટકા ટેરિફમાં ફેન્ટાનાઇલ સપ્લાય માટે ચીન પર લાદવામાં આવેલ વધારાનો ૨૦ ટકા ટેરિફ પણ શામેલ
વ્હાઇટ હાઉસે પુષ્ટિ આપી છે કે ચીન પર કુલ ટેરિફ ૧૪૫ ટકા છે. ફેન્ટાનાઇલ દાણચોરીમાં ચીનની કથિત ભૂમિકાને કારણે તેના પર વધારાનો ૨૦ ટકા ટેરિફ પણ લાદવામાં આવ્યો છે. ચીને આ અંગે કડક પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે અમારા દરવાજા વાતચીત માટે ખુલ્લા છે પરંતુ અમે દબાણ અને ધમકીઓથી ડરવાના નથી. ટ્રમ્પે બુધવારે અમેરિકામાં પ્રવેશતા ચીની ઉત્પાદનો પર ૧૨પ ટકા ટેરિફની જાહેરાત કરી હતી, પરંતુ વ્હાઇટ હાઉસે પાછળથી પુષ્ટિ કરી હતી કે ચીન પર ટેરિફ વધીને ૧૪૫ ટકા થઈ ગયો છે, સાથે જ ફેન્ટાનાઇલ પર ચીન પર પહેલાથી જ ૨૦ ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે. ટ્રમ્પે કેબિનેટ બેઠકમાં ટેરિફ નીતિઓનો બચાવ કર્યો અને કહ્યું કે અમેરિકન અર્થતંત્રની સ્થિતિ સારી છે. દેશ જે રીતે ચાલી રહ્યો છે તેનાથી અમે ખૂબ ખુશ છીએ. અમે વિશ્વભરના દેશો સાથે સારા સંબંધો રાખવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
તમને જણાવી દઈએ કે ફેન્ટાનીલ એક શક્તિશાળી કળત્રિમ દવા છે, જેનો ઉપયોગ પીડા નિવારક અને એનેસ્થેટિક તરીકે થાય છે. મતલબ, આ એક એવું રસાયણ છે જે મગજના ચોક્કસ ભાગ પર કામ કરીને પીડાને નિયંત્રિત કરે છે. ફેન્ટાનીલ એક કળત્રિમ દવા છે કારણ કે તે પ્રયોગશાળામાં બનાવવામાં આવે છે. તે મોર્ફિન કરતાં ૧૦૦ ગણું વધુ મજબૂત અને હેરોઈન જેવા ખતરનાક ડ્રગ્સ કરતાં ૫૦ ગણું વધુ શક્તિશાળી છે. આનાથી ખ્યાલ આવી શકે છે કે ફેન્ટાનાઇલ કેટલું ખતરનાક છે. ફેન્ટાનાઇલ અંગે રાષ્ટ્રપતિ ટ્રમ્પ કહે છે કે આ દવા ચીનમાં મોટી માત્રામાં બનાવવામાં આવે છે અને ત્યાંથી સપ્લાય કરવામાં આવે છે. આ કારણે, જિનપિંગ સરકાર ચીનથી અમેરિકામાં આ રસાયણોના બેફામ પુરવઠાને રોકવામાં નિષ્ફળ ગઈ છે. ટ્રમ્પનું કહેવું છે કે ચીને આ રસાયણોની દાણચોરી રોકવા માટે પૂરતા પગલાં લીધા નથી. તમને જણાવી દઈએ કે અમેરિકાના ટેરિફ ઘટાડવાના નિર્ણયથી ભારત સહિત ૭૫ દેશોને રાહત મળી છે. આ દેશો પર નવા ટેરિફ દરો લાગુ થશે નહી અને તેમને ૯૦ દિવસની છૂટ આપવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન તેમની પાસેથી ફક્ત ૧૦%ફી લેવામાં આવશે. યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે જણાવ્યું હતું કે જે દેશો અમેરિકા સામે બદલો લેવાની કાર્યવાહી ટાળશે તેમને તેનો બદલો મળશે. તેમણે કહ્યું કે મેક્સિકો અને કેનેડાને ૧૦%ટેરિફ સ્લેબમાં સામેલ કરવામાં આવ્યા છે, જે તેમને રાહત આપશે.