સ્કૂલની વિદ્યાર્થિનીઓ સામે ગંદી હરકતો કરનાર ૬૮ વર્ષના વ્યક્તિની ધરપકડ કરી

Spread the love

 

મહારાષ્ટ્રના સોલાપુરમાંથી શરમજનક ઘટના સામે આવી છે. અહીં સ્કૂલમાં અભ્યાસ કરતી ત્રણ ૧૩ વર્ષની છોકરીઓને જોઈને અશ્લીલ હરકતો કરવાના આરોપમાં એક વળદ્ધ પુરુષની ધરપકડ કરવામાં આવી છે. આરોપી ૬૮ વર્ષીય વ્યક્તિ વિરુદ્ધ જેલ રોડ પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ મામલે સ્કૂલના આચાર્યએ ફરિયાદ નોંધાવી હતી ધરપકડ કરાયેલા આરોપીનું નામ યલ્લપા કુંચિકોર્વે તરીકે સામે આવી છે. પોલીસે આ કેસમાં ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને માત્ર ૪૮ કલાકની અંદર તો તપાસ પૂરી કરીને આરોપી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી નાખી છે. પ્રાપ્ત અહેવાલો સૂચવે છે કે જેલ રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જ સ્કૂલમાં અભ્યાસ કરતી ત્રણ સગીર છોકરીઓ સામે અશ્લીલ હરકતો કરવાના ગુનાસર આ વ્યક્તિની ધરપકડ કરાઇ છે. આ ત્રણેય છોકરીઓએ આ મામલે સ્કૂલના આચાર્યને જઈને ફરિયાદ કરી હતી. આચાર્યએ પણ આ મામલે કોઈ પાછીપાની કરતાં તરત પોલીસ સ્ટેશનમાં જઈને આ મામલે ફરિયાદ કરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર ૭ એપ્રિલના રોજ સવારે ૧૧:૩૦ વાગ્યે યલ્લપ્પા કુંચીકોર્વેએ તેના ઘરની સામેની સ્કૂલમાં અભ્યાસ કરતી ૧૩ વર્ષની ત્રણ સગીર છોકરીઓને પોતાની પાસે બોલાવી હતી તેઓએ પૈસાની લાલચ આપી હતી. અને તેઓને ઘરે આવવા પણ કહ્યું હતું. આટલેથી ણ અટકતાં આ હેવાન જ્યારે આ છોકરીઓ સ્કૂલમાંથી ઘરે જઇ રહી હતી ત્યારે તે ઘરની બાજુમાં એક સ્ટોલમાં બેસી રહ્યો હતો. જ્યારે તે છોકરીઓને રસ્તા પર ઘરે જતી જોતો ત્યારે તે અશ્લીલ હરકતો કરતો. એવી હરકતો કરતી કે જે જોઈને આપણને શર્મ આવે. આ જોઈને ત્રણેય છોકરી હેબતાઈ ગઈ હતી અને તેઓએ તરત આ ઘટનાની જાણ આચાર્યને કરી હતી. આચાર્યએ છોકરીઓના મા વાલીને સ્કૂલમાં તેડાવ્યા હતા અને આ સમગ્ર પ્રકરણ વિષે વાત કરી હતી. ત્યારબાદ આચાર્ય અને છોકરીઓના વાલી જેલ રોડ પોલીસ સ્ટેશન દોડી ગયા હતા અને આ સમગ્ર મામલાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસ દ્વારા પણ આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાબડતોબ પગલાં લેવાયા હતા અને આચાર્યએ નોંધાવેલી ફરિયાદને આધારે આરોપી યલ્લપ્પા કુંચિકોર્વેની ધરપકડ કરવામાં આવે છે. તેની સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૭૯ અને POCSO એક્ટની કલમ ૧૨ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *