
ટોક્યો
તાજેતરમાં મ્યાનમારમાં 7.7 ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ આવ્યો હતો, જેમાં 2,000 થી વધુ લોકો માર્યા ગયા હતા. બીજી તરફ, જાપાને પણ ચેતવણી આપી છે કે ત્યાં ટૂંક સમયમાં ખૂબ મોટો ભૂકંપ આવી શકે છે, જેના પરિણામે લગભગ 3 લાખ લોકો મૃત્યુ પામી શકે છે પરંતુ આ ખતરો ફક્ત મ્યાનમાર કે જાપાન પૂરતો મર્યાદિત નથી. નિષ્ણાતો કહે છે કે ભારત ખાસ કરીને હિમાલય પ્રદેશ પણ આવા જ ભૂકંપના ગંભીર ખતરાનો સામનો કરી રહ્યો છે.
અમેરિકન ભૂસ્તરશાસ્ત્રી રોજર બિલહામે 2020 માં કહ્યું હતું કે હિમાલયના બે કે તેથી વધુ ભાગોમાં ગમે ત્યારે મોટો ભૂકંપ આવી શકે છે. તેમણે કહ્યું કે ભારતની ટેક્ટોનિક પ્લેટ ધીમે ધીમે તિબેટ તરફ આગળ વધી રહી છે પરંતુ આ દબાણ એક જ ઝાટકામાં ભારે વિનાશ લાવી શકે છે. આવી સ્થિતિમાં એન્ડ્રોઇડ ફોનની મદદથી ભૂકંપની ચેતવણી મેળવી શકો છો.
અહેવાલ મુજબ, સંશોધક સ્ટીવન વેસ્નોવસ્કી પણ માને છે કે જો આપણા જીવનકાળમાં કોઈ મોટો ભૂકંપ આવે તો તે આશ્ચર્યજનક નથી. ભારતીય ભૂકંપશાસ્ત્રી સુપ્રિયો મિત્રાએ એમ પણ કહ્યું હતું કે હિમાલયના ખડકો 8 થી વધુ તીવ્રતાના ભૂકંપ માટે તૈયાર છે, તે ક્યારે આવશે તે કહી શકાય નહીં. આ ચેતવણીઓ સ્પષ્ટપણે દર્શાવ છે કે મ્યાનમાર, જાપાન અને ભારત જેવા ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં સતર્કતા અને તૈયારીની તાત્કાલિક જરૂર છે.