
ભારતની સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદામાં રાષ્ટ્રપતિને રાજ્યપાલ દ્વારા મોકલવામાં આવેલા બિલો પર નિર્ણય લેવા માટે 3 મહિનાની સમયમર્યાદા નક્કી કરી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે રાષ્ટ્રપતિ ‘એબ્સોલ્યુટ વીટો’ (સંપૂર્ણ નકાર) કે ‘પોકેટ વીટો’ (બિલને અટકાવી રાખવું)નો ઉપયોગ કરી શકે નહીં. આ નિર્ણયથી રાજ્ય સરકારોને રાષ્ટ્રપતિની નિષ્ક્રિયતા સામે રિટ પિટિશન દ્વારા મંડમસ (નિર્દેશ) મેળવવાનો માર્ગ ખુલ્યો છે.
સુપ્રીમ કોર્ટે એમ પણ જણાવ્યું કે જો રાષ્ટ્રપતિ બિલ પર નિર્ણય લેવામાં કારણો જણાવવામાં નિષ્ફળ જાય તો તેની સદ્ભાવના (બોના ફાઈડ્સ) પર પ્રશ્ન ઉભો થશે. આ ચુકાદો તમિલનાડુ અને કેરળ જેવા રાજ્યોના કેસોને ધ્યાનમાં રાખીને આવ્યો છે, જ્યાં રાજ્યપાલો અને રાષ્ટ્રપતિ દ્વારા બિલોને લાંબા સમય સુધી અટકાવવામાં આવ્યા હતા.
શું છે આ ચુકાદાનો પૂર્વ ઇતિહાસ? આ નિર્ણયની પળષ્ઠભૂમિમાં તમિલનાડુના રાજ્યપાલ આર.એન. રવિની કામગીરી પર સુરીમ કોર્ટની ટિપ્પણી મહત્વની છે. કોર્ટે રાજ્યપાલની ૧૦ બિલો પર નિર્ણય ન લેવાની અને તેને રાષ્ટ્રપતિને મોકલવાની કાર્યવાહીને ‘બંધારણ વિરોધી’ ગણાવી હતી. આ બિલો જાન્યુઆરી ૨૦૨૦થી એપ્રિલ ૨૦૨૩ સુધી પેન્ડિંગ હતા. કોર્ટે આર્ટિકલ ૧૪૨નો ઉપયોગ કરીને આ બિલોને મંજૂર થયેલા જાહેર કર્યા હતા.
રાજ્યોને શું ફાયદો? આ ચુકાદાથી રાજ્ય સરકારોને તેમના બિલો પર ઝડપી નિર્ણયની ખાતરી મળશે. જો રાષ્ટ્રપતિ 3 મહિનામાં નિર્ણય ન લે તો રાજ્યો સુપ્રીમ કોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી શકે છે. આ નિર્ણય ખાસ કરીને એવા રાજ્યો માટે ફાયદાકારક છે જ્યાં રાજ્યપાલો અને રાષ્ટ્રપતિ વચ્ચે વિવાદો ચાલી રહ્યા છે.
શું છે રાજ્યોનો આક્ષેપ? તમિલનાડુ અને કેરળ જેવા રાજ્યોએ રાજ્યપાલો અને રાષ્ટ્રપતિ પર બિલોને લાંબા સમય સુધી અટકાવવાનો આરોપ લગાવ્યો હતો. કેરળ સરકારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી હતી, જેમાં ચાર બિલો પર નિર્ણય ન લેવાનો અને કારણો ન જણાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
એક્સ પ્લેટફોર્મ પર આ નિર્ણયને લઈને ઉગ્ર ચર્ચા ચાલી રહી છે. કેટલાક યુઝર્સે આને રાષ્ટ્રપતિની સત્તા પર ‘ન્યાયિક દખલ’ ગણાવી છે, જ્યારે અન્યોએ આ નિર્ણયને રાજ્યોના હકનું રક્ષણ કરનાર ગણાવ્યો છે. જોકે, આ મુદ્દે ચોક્કસ તથ્યોની પુષ્ટિ થવી હજુ બાકી છે.
આ ચુકાદો ભારતના સંઘીય ઢાંચામાં રાજ્યોની વિધાનસભાઓની શક્તિને મજબૂત કરે છે. રાષ્ટ્રપતિ અને રાજ્યપાલોની નિષ્ક્રિયતા સામે રાજ્યોને કાનૂની માર્ગ મળવાથી શાસન વધુ પારદર્શી અને જવાબદાર બનશે એવી આશા છે.
સમયમર્યાદા : રાષ્ટ્રપતિએ રાજ્યપાલ દ્વારા મોકલેલા બિલો પર 3 મહિનામાં નિર્ણય લેવો પડશે. જ્જ વીટો પર પ્રતિબંધ : રાષ્ટ્રપતિ ‘એબ્સોલ્યુટ વીટો’ કે ‘પોકેટ વીટો’નો ઉપયોગ નહીં કરી શકે. જ કારણોની જરૂર : બિલ નકારવા માટે રાષ્ટ્રપતિએ સ્પષ્ટ કારણો જણાવવા પડશે, નહીં તો સદ્દભાવના પર પ્રશ્ન ઉભો થશે. જ્જ રાજ્યોનો અધિકાર : રાષ્ટ્રપતિની નિષ્ક્રિયતા સામે રાજ્યો મંડમસ માટે રિટ પિટિશન દાખલ કરી શકે છે.