જીજે ૧૮ ગાંધીનગર ખાતે આજરોજ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે ત્યારે ભાજપ માં ટિકિટ લેવા નવા મુરતિયાઓની સંખ્યામાં તોતિંગ વધારો જાેવા મળી રહ્યો છે નવા સીમાંકન અને નવા વિસ્તારોમાંથી ટિકિટ માટે માનવજાતનો રાફડો ફાટ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે ત્યારે આજરોજ ગાંધીનગર ખાતે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા માટે પ્રદેશ નિરીક્ષકો હાજર રહ્યા હતા ત્યારે વોર્ડ નંબર એકમાં નિરીક્ષક તરીકે પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા ઋષિકેશ પટેલ વીણાબેન પ્રજાપતિ દ્વારા ગાંધીનગર સેક્ટર ૨૧ કમલમ ખાતે સેન્સ લેવામાં આવી હતી ત્યારે વોર્ડ ચાર પાંચ છ માં પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી પટેલ પ્રદેશ મંત્રી પંકજભાઈ ચૌધરી પ્રદેશ કારોબારી સભ્ય દર્શનાબેન વાઘેલા દ્વારા લેવામાં આવી હતી ત્યારે આ સાયન્સ સેક્ટર ૧૯ ના મેર ના બંગલા માં લેવામાં આવી હતી.
વોર્ડ નંબર સાત આઠ નવ ની પ્રદેશ ઉપપ્રમુખ ગોરધનભાઈ ઝડફિયા પૂર્વ પ્રદેશ મંત્રી અમિત ઠાકર પૂર્વ મેયર બિજલ બેન પટેલ દ્વારા સેક્ટર ૧૨ ખાતે ડેપ્યુટી મેયર નાજાભાઇ ધાધર ના નિવાસ્થાને સેન્સ લેવામાં આવી હતી મોટી સંખ્યામાં ટોળાં બધી જ જગ્યાએ જાેવા મળ્યા હતા ત્યારે વોર્ડ નંબર ૧૦ ૧૧ માટે પ્રદેશ મહામંત્રી રજની પટેલ પ્રદેશ કોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહ પ્રદેશ ઉપપ્રમુખ કૌશલ્યા ના કુંવર બા પરમાર હાજર રહીને કાર્યકરોને સાંભળ્યા હતા ત્યારે દરેક જગ્યાએ ટિકિટ લેવા માટે ભીડ જાેવા મળી રહી છે ભાજપનો ટેમ્પો જામ્યો હોય તેમ નવા નિશાળિયાઓ પણ ટિકિટ લેવા નવા વાઘા લેંઘા જબ્બા થી સજજ થઇને આવી ગયા હતા નવા સીમાંકન જાેતા હાલ તો દરેક જગ્યાએ ઉમેદવારો બિલાડીની ટોપની માફક ફૂટી નીકળ્યા છે ત્યારે ભાજપ નો ટેમ્પો જામેલો જાેતાં ચૂંટાયેલા નવા નગરસેવકોમાંથી ૮૦% બાદબાકી થાય તો નવાઇ નહીં ભાજપમાં ચૂંટાયેલા નગરસેવકોમાંથી જે નગરસેવકો કોન્ટ્રાક્ટર બની ગયા છે અને સગાસંબંધીઓ થી લઈને મોટા ભાગના મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ માં જંપલાવ્યું છે તે પ્રદેશ કક્ષાએ પણ ફરિયાદો મળેલી છે જેથી આ ટિકિટો પર કાતર ફેરવે તેમાં બેમત નથી.
ભાજપમાંથી ટિકિટ લેવા કોરોના વાયરસ નો ભરડો હોવા છતાં લોકો ટિકિટ માટે ટેમ્પો જમાવીને બેસી ગયા છે ભાજપમાં ૩૦૮ ઉમેદવારો નો બાયોડેટા ની વાત હતી તેમાં દરેક વોર્ડ દીઠ ૫૦ થી વધારે બાયોડેટા આવતા ૫૫૦ જેટલા બાયોડેટા નો રાફડો ફાટયો છે ત્યારે ટિકિટ આપવાની છે ૪૪ ઉમેદવારો ને તો બીજા ઉમેદવારોને ઠારવા કે ઠંડા પાડવા પણ કવાયત ભાજપે તે જ કરવી પડશે ભાજપને વધારે ચિંતા ટિકિટો માનનારાઓની સંખ્યા કરતાં વિભીષણ અને ચિંતા વધારે છે કારણ કે સૌથી ઓછા મતદાનમાં ચિત વાળી સીટ જાેખમમાં વિભીષણ રૂપાંતરિત ન કરે તે માટે તકેદારી રાખવી પડે તેવી છે.