ગુજરાતમાં ચૂંટણીની મોસમ પૂર્ણ થઇ ગઇ છે, ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના ઢોલ ઢબૂકવા તડામાર તૈયારીઓ રાજકીય આગેવાનોની ચાલી રહી છે. ત્યારે ગાંધીનગર શહેર વસાહત મહા સંઘ દ્વારા પ્રજાના રક્ષણ માટે હાલ કોરોનાની મહામારી થી કેસો વધી રહ્યા હોય જેથી આ ચૂંટણી મુલતવી રાખવા કલેકટરથી લઈને કમિશનરને પત્ર પાઠવ્યો હતો. અને બીજા દિવસે ચૂંટણી પંચ જાહેરનામું બહાર પાડીને ચૂંટણી જાહેર કરી દીધી ત્યારે હવે વસાહત મંડળો અને સિનિયર સિટીઝનો પ્રજાને રક્ષણ માટે કોરોના થી બચવા ચૂંટણી ન થાય તે માટે બેનરો સાથે ફરી રહ્યા છે. સેક્ટર 2 ના બગીચામાં આજરોજ સિનિયર સિટીઝનો એ કોરોનાથી મહામારીને કારણે ચૂંટણી યોજવા પર ભારે વિરોધ દર્શાવ્યો છે. ત્યારે હવે આ પાટનગર જોવા જઈએ તો સિનિયર સિટીઝનો થી ભરેલું છે, અને મતદાન નો અસ્વીકાર કરીને મતદાન નહીં કરે તો શું? અનેક રાજકીય નેતાઓ ના ગરબા ઘરે આવી જાય તેવી સ્થિતિ સર્જાય તેવી ભીતિ લોકો સેવી રહ્યા છે. ત્યારે પ્રજાના રક્ષક તરીકે વસાહત મંડળે કોરોનાથી બચાવવું એ જ મહાદાન સાથે નથી કરવું અમારે મતદાન નો સ્લોગન આપ્યું છે