વક્ય કાયદાના વિરોધ દરમિયાન હિંસા સાથે પથ્થરમારો અને આગચંપી

Spread the love

 

મુર્શિદાબાદ

પશ્ચિમબંગાળના મુર્શિદાબાદમાં થયેલી હિંસા બાદ આ વિસ્તારમાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. હાલમાં હિંસા પ્રભાવિત વિસ્તારોમાં ૯ BSF અને ૮ CRPF કંપનીઓ હાજર છે. બીએસએફના એડીજી રવિ ગાંધી આજથી માલદા અને મુર્શિદાબાદની બે દિવસની મુલાકાતે આવશે. તેઓ આજે આ વિસ્તારમાં પહોંચશે અને હિંસાગ્રસ્ત વિસ્તારો સુતી, સમસેરગંજ, જાંગીપુરની મુલાકાત લેશે. રવિવારે. બીએસએફ અને આરોપીઓ વચ્ચે વિવાદ વધવાની શક્યતા જણાતી હતી પરંતુ સુરક્ષા દળોની જવાબી કાર્યવાહીને કારણે, મામલો વધુ વધ્યો નહીં.
તાજેતરમાં, ૫^મિ બંગાળના મુર્શિદાબાદમાં વક્ક કાયદાના વિરોધ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. આ સમય દરમિયાન, ઘણા વિસ્તારોમાંથી પથ્થરમારો અને આગચંપીનાં અહેવાલો આવ્યા હતા. હિંસામાં અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયા છે અને ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી કરી છે અને ૧૫૦ થી વધુ લોકોની ધરપકડ કરી છે. વિસ્તારમાં શાંતિ પુન:સ્થાપિત કરવા માટે પોલીસની સાથે બીએસએફના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે.
શુક્રવારના મુર્શિદાબાદમાં થયેલી હિંસાના નિશાન હજુ ભૂંસાઈ ગયા ન હતા કે ફરી હિંસા ફાટી નીકળી. આ હિંસામાં, વિસ્તારના બે લોકો, જે પિતા અને પુત્ર હતા. માર્યા ગયા. શુક્રવારે મુર્શિદાબાદના સુતીમાં હિંસા શરૂ થઈ હતી. શુક્રવારની નમાજ પછી, હજારો લોકો વફ એક્ટ વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને NH-34 ને બ્લોક કરી દીધો હતો. જ્યારે પોલીસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી નાકાબંધી હટાવવાનો પ્રયાસ કર્યો ત્યારે ભીડ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *