
ભારતીય રેલ્વેએ તેની નાણાકીય સ્થિતિમાં સુધારો કર્યા છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માં રેલવેએ તેના ઓપરેટિંગ રેશિયો (OR) માં સુધારો કર્યો છે. રેલ્વેના નાણાકીય પ્રદર્શનને માપવા માટે OR એક મહત્વપૂર્ણ પરિમાણ છે. તે ૯૮.૩ર% હતો. જે ૨૦૨૩-૨૪માં ૯૮.૪૩% હતો. આનો અર્થ એ થયો કે ૩૧ માર્ચ, ૨૦૨૫ ના રોજ પૂરા થયેલા વર્ષમાં, રેલ્વે બોર્ડે ૧૦૦ રૂપિયા કમાવવા માટે ૯૮.૩૨ રૂપિયા ખર્ચ કર્યાં.
નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ભારતીય રેલ્વેનો કુલ ખર્ચ ૨.૬૩ લાખ કરોડ રૂપિયા હતો. ૨૦૨૩-૨૪માં આ ૨.પર લાખ કરોડ રૂપિયા હતું. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં કુલ કમાણી ૨.૬૫ લાખ કરોડ રૂપિયા રહી. ગયા વર્ષે તે ૨.૫૦ લાખ કરોડ રૂપિયા હતું. રેલવેની ભાડા સિવાયની કમાણી પણ ૧૧,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ છે. આ આવક ટિકિટમાંથી નહીં. પરંતુ જાહેરાત અને પાર્સલ સેવા જેવી અન્ય બાબતોમાંથી આવી છે.
રેલવેને મુસાફરો, માલસામાન વગેરેથી ફાયદો થયો છે. મુસાફરોની આવક ગયા વર્ષ કરતાં ૬.૪% વધુ રૂ. ૭૫,૨૩૯ કરોડ રહી છે. ૨૦૨૪-૨૫માં માલસામાનની આવક ૧૭% વધીને રૂ. ૧.૭૧ લાખ કરોડ થવાની ધારણા છે. ૨૦૨૩-૨૪માં આ ૧.૬૮ લાખ કરોડ રૂપિયા હતું. અન્ય આવકમાં સૌથી વધુ સુધારો થયો છે. નાણાકીય વર્ષ ૨૫ માં આ ૧૯.૮% વધીને રૂ. ૧૧,૫૦૨ કરોડ થયું. આ આવક ભાડા સિવાયનાસ્ત્રોતોમાંથી આવે
૨૦૨૪-૨૫માં રેલવેએ સતત ચોથા વર્ષે નૂર અને આવકના રેકોર્ડ તોડયા છે. આ વર્ષે માલસામાનનો ટ્રાફિક ૧.૬૧ અબજ ટનથી વધુ થયો છે. આનાથી ભારતનું રેલ્વે નેટવર્ક વાર્ષિક માલવાહક ટ્રાફિકની દ્રષ્ટિએ TM બીજા ક્રમનું સૌથી મોટું બને છે. તેણે અમેરિકાને પાછળ છોડી દીધું છે. હાલમાં, ચીન એકમાત્ર એવો દેશ છે જે રેલવે દ્વારા માલ પરિવહનની બાબતમાં ભારતથી આગળ છે.
નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે ભારતીય રેલ્વેની કામચલાઉ ચોખ્ખી આવક રૂ. ૨,૩૪૨ કરોડ હતી. ૨૦૨૩-૨૪માં આ ૩.૨૫૯.૬૮ કરોડ રૂપિયા હતું. બજેટ ૨૦૨૫-૨૬માં આગામી નાણાકીય વર્ષ માટે રૂ. ૩,૦૪૧.૩૧ કરોડની ચોખ્ખી આવકનો અંદાજ છે. આ મુસાફરો પાસેથી રૂ. ૯૨,૮૦૦ કરોડ અને માલસામાનમાંથી રૂ. ૧,૮૮,૦૦૦ કરોડની કમાણી દ્વારા થશે.
રેલવે કહે છે કે તેમણે કામ કરવાની રીતમાં સુધારો કર્યો છે. આનાથી ખર્ચ ઓછો થયો છે અને આવક વધી છે. રેલવેએ કહ્યું, “અમે ખર્ચ ઘટાડવા અને આવક વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું.” હવે રેલ્વે વધુ સારું કરવાનો પ્રયાસ કરી રહી છે જેથી લોકોને સારી સુવિધાઓ મળી શકે અને રેલ્વેને પણ ફાયદો થઈ શકે.