આજે ભરઉનાળે કાળઝાળ ગરમીમાં મધ્યપ્રદેશ છત્તીસગઢ સહિત ૨૨ રાજ્યમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે અને સાથે લોકોને ગરમીથી રાહત અપાવશે. હવામાન વિભાગે અહીં વરસાદનું એલર્ટ જારી કર્યું છે. ઉત્તર ભારતમાં કમોસમી વરસાદે અરાજકતા સર્જી છે અને હવામાન વિભાગે આગામી ૨૪ કલાકમાં ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને છત્તીસગઢમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. આ ઉપરાંત, ઉત્તર-પૂર્વ અને દક્ષિણ ભારતનાં ઘણાં રાજ્યમાં પણ વરસાદની સંભાવના છે. નવા ઉત્તરપૂર્વીય મધ્ય પ્રદેશને બાદ કરતાં પૂર્વોત્તર રાજ્યોમાં અને દક્ષિણમાં આંદામાન નિકોબાર, તામિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં વાવાઝોડા અને વરસાદની શક્યતા છે. રાજસ્થાન અને મધ્ય પ્રદેશના સરહદી વિસ્તારોમાં ભારે નુકસાન થઈ શકે છે. ઝારખંડના કેટલાક વિસ્તારોમાં કરા પડી શકે છે, જ્યારે ઓડિશામાં વીજળી પડવાની શક્યતા છે. તેનાથી તદન વિપરીત રાજસ્થાન-તેલંગાણાના કેટલાક વિસ્તારોમાં ગરમી પડી શકે છે.