રખિયાલ પોલીસે રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી
d0af520b-096a-4ee3-b8b1-934e608f0cc9
એસીપી આર. ડી ઓઝા
અમદાવાદ
અમદાવાદમાં ફરી એક વખત અસામાજિક તત્ત્વોનો આતંક જોવા મળ્યો છે. રખિયાલમાં ખુલ્લેઆમ તલવારો જેવા ઘાતક હથિયારો લઇને કેટલાક શખ્સોએ આતંક મચાવ્યો હતો. અજીત રેસીડેન્સી ખાતે જૂની અદાવતમાં સલમાન ખાન પઠાણ નામના યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. અસામાજિક તત્ત્વો જાહેરમાં તલવાર જેવા ઘાતક હથિયારો લઇને નીકળતા અમદાવાદ પોલીસને પડકાર ફેકતા હોય તેમ લાગ્યુ હતુ.બનાવની જાણ થતા જ પોલીસ દ્વારા એક સગીર સહિત કેટલાક શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદમાં ફરી એક વખત અસામાજિક તત્ત્વોનો આતંક
અમદાવાદ પૂર્વમાં રખીયાલ વિસ્તારમાં અજીત રેસીડેન્સી ખાતે જૂની અદાવતમાં કેટલાક શખ્સો તલવાર જેવા ઘાતક હથિયાર લઇને ખુલ્લેઆમ રસ્તા પર નીકળ્યા હતા.
એસીપી આર. ડી ઓઝા એ જણાવ્યું હતું કે અજીત રેસીડેન્સી ખાતે જૂની અદાવતમાં સલમાન ખાન પઠાણ નામના યુવક પર હુમલો કર્યો હતો. 10થી વધુ શખ્સોના ટોળાએ તલવારથી હુમલો કર્યાં બાદ ઘર પર પથ્થર પણ ફેંક્યા હતા.બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. રખિયાલ પોલીસે અફવાત સિદ્દીકી, અશરફ પઠાણ, અમર સિદ્દીકી, કાલિમ સિદ્દીકી, અજિમ સિદ્દીકી, જાવેદ પઠાણ સહિત એક સગીરની ધરપકડ કરી હતી. રખિયાલ પોલીસે રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.ગઈ રાત્રે અજીત રેસિડેન્સી ખાતે બનેલ બનાવ સંદર્ભે
પોલીસ સ્ટેશન
ગુ.ર.નં. ૧૧૧૯૧૦૨૯૨૫૦૧૧૭/૨૫ બી.એન.એસ. કલમ ૧૧૮(૧), ૧૮૯(૨), ૧૮૯(૪), ૧૯૧(૧), ૧૯૧(૨), ૧૯૧(૩), ૧૯૦, ૨૯૬બી, ૩૨૪(૪), ૩૫૧(૩), ૧૨૫(બી) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ
ફરિયાદી- સલમાનખાન કામીલખાન પઠાણ ઉમર 22 રહે અજિત રે સીમેન્સી રખીયાલ અમદાવાદ આ કામે બનાવમાં આરોપી તેમજ ફરિયાદી સુંદરમ નગર બાપુનગરમાં બાજુ-બાજુમાં રહે છે અને જુના ઝગડા ચાલતા આવતા હોય ગત રાત્રે કોઈ સામાજિક પ્રસંગે રખીઆલ ભેગા થતાં જુની અદાવત અંગે મનદુખ રાખી આજે ફરિયાદીના ઘરે અજિત રેસીડેન્સી રખીયાલ ખાતે આરોપીઓ અંગત અદાવતમાં એક-સંપ કરીને ફરિયાદીને માર-મારવાના ઇરાદે હાથમાં તલવારો તેમજ છરા લઈને આવી ઝગડો કરેલ છે . પોલિસ દ્વારા તમામ આરોપીઓ તાત્કાલિક પકડી લાવેલ છે.
આરોપીઓ
1. અફવાત મ. અંજુમ સિદ્દીકી
2. અસરફ અદાદતખાન પઠાણ
3. અમ્મર મ.અંજુમ સિદ્દીકી
4. મ. કાલિમ તોફીક સિદ્દીકી
5. મ. અજીમ તોફીક સિદ્દીકી
6. પઠાણ જાવેદ આલમ નિયાસ ખાન
7. આ 6 પુખ્ત વયના આરોપીઓ છે અને 1 જુવેનાઈલ છે