અમદાવાદ
દર વર્ષે 11 એપ્રિલના રોજ વર્લ્ડ પાર્કિન્સન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે, જેમાં પાર્કિન્સન્સ રોગથી પીડિત વ્યક્તિઓ પ્રત્યે જાગૃતિ લાવવામાં આવે છે અને તેમનું સમર્થન કરવામાં આવે છે. આ અવસરે BKP-PDMDS અમદાવાદ સપોર્ટ ગ્રૂપ દ્વારા પાર્કિન્સન્સ વોરિયર્સના જીવનનો જશ્ન મનાવતો, હ્રદયસ્પર્શી અને પ્રેરણાદાયી કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.
સર્જનાત્મક થેરાપી દ્વારા પાર્કિન્સન્સથી પીડિત વ્યક્તિઓએ નૃત્ય, સંગીત અને અન્ય રજૂઆતના માધ્યમથી પોતાનું વ્યક્તિત્વ વ્યક્ત કર્યું. કાર્યક્રમમાં તેમના કૌશલ્ય અને આંતરિક શક્તિનાં સુંદર પ્રદર્શન જોવા મળ્યું – જે સાબિત કરે છે કે પાર્કિન્સન્સ એ અંત નથી, પરંતુ નવી શરૂઆત છે જેમાં હિંમત, સર્જનાત્મકતા અને જીવતંત્ત્વ છલકે છે.
BKP-PDMDS દ્વારા કરવામાં આવતી આ વાર્ષિક પહેલ એ માન્યતા પર આધારિત છે કે યોગ્ય સહારો અને પ્રોત્સાહન સાથે પાર્કિન્સન્સથી પીડિત વ્યક્તિઓ પણ સક્રિય અને સંતોષજનક જીવન જીવી શકે છે.
આવી અદભુત વ્યક્તિઓને સહારો અને સમર્થન આપી શકાય, અને તેઓને ગૌરવપૂર્ણ તથા ઉત્તમ ગુણવત્તાવાળું જીવન જીવવામાં મદદ કરી શકાય – આવો, આપણે સૌ મળીને તેમની સાથે દ્રઢતાથી ઉભા રહીયે.
BKP-PDMDS દ્વારા પાર્કિન્સન્સ વોરિયર્સ અને તેમની કેરગિવર્સ માટે સંપૂર્ણપણે નિ:શુલ્ક સેવાના સત્રો નિયમિતપણે આયોજિત કરવામાં આવે છે.
સત્રની વિગતો:
* દર રવિવારે: ગુજરાતી સાહિત્ય પરિષદ, આશ્રમ રોડ- સવારે 10:00 વાગ્યે
* દર ગુરુવારે: કમ્યુનિટી ઓન્કોલોજી સેન્ટર, વસણા – સવારે 10:00 વાગ્યે