ટ્રમ્પ વહીવટીતંત્રની મનસ્વી શરતો હાર્વર્ડ યુનિવર્સિટીએ સ્વીકારવાનો ઇન્કાર કરી દેતા કાર્યવાહી કરવામાં આવી
વોશિંગ્ટન,
ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે અમેરિકાની પ્રખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટીને મોટો ઝટકો આપ્યો છે. સોમવારે, હાર્વર્ડે સ્પષ્ટ કર્યું કે તે ટ્રમ્પ વહીવટીતંત્રની મનસ્વી શરતો સ્વીકારશે નહીં. આ પછી, સરકારે યુનિવર્સિટીને $ર.ર બિલિયનનું ભંડોળ બંધ કરી દીધું. ટ્રમ્પ ઇચ્છે છે કે હાર્વર્ડ કેમ્પસમાં વિરોધ પ્રદર્શનોને અંકુશમાં લે, માસ્ક પર પ્રતિબંધ મૂકે અને પ્રવેશ અને નોકરીઓમાં મેરિટને પ્રાથમિકતા આપે. યોગ્યતાના નામે વિવિધતાને નકારવાની શંકા છે. પરંતુ હાર્વર્ડ પોતાની સ્વતંત્રતા ગુમાવવા કે સત્યથી મોઢું ન ફેરવવા માટે કટિબદ્ધ છે. આ યુદ્ધ હવે ફક્ત પૈસાનું નથી, પરંતુ સિદ્ધાંતોનું છે. ટ્રમ્પ વહીવટીતંત્રે હાર્વર્ડને એક પત્ર મોકલ્યો, જેમાં અનેક શરતો લાદવામાં આવી સરકાર ઇચ્છે છે કે હાર્વર્ડ કેમ્પસમાં વિરોધ પ્રદર્શનો, ખાસ કરીને પેલેસ્ટિનિયન તરફી આંદોલનોનો અંત લાવે. આ ઉપરાંત, માસ્ક પહેરવા પર પ્રતિબંધ હોવો જોઈએ જેથી વિરોધીઓ ખુલ્લા રહે. શુક્રવારે હાર્વર્ડને લખેલા પત્રમાં, વહીવટીતંત્રે વ્યાપક સરકારી અને નેતળત્વ સુધારાઓની હાકલ કરી હતી જેના માટે હાર્વર્ડને ‘મેરિટ-આધારિત’ પ્રવેશ અને ભરતી કરવાની જરૂર પડશે. આ ઉપરાંત, સમિતિને વિદ્યાર્થી સંગઠન, ફેકલ્ટી અને નેતળત્વના વિવિધતાના વિચારણાઓનું ઓડિટ કરવાનું પણ કહેવામાં આવ્યું હતું.
હાર્વર્ડના પ્રમુખ એલન ગાર્બરે આ શરતોને સ્પષ્ટપણે નકારી કાઢી તેમણે કહ્યું, ‘આ માંગણીઓ આપણી સ્વતંત્રતા પર હુમલો છે.’ કોઈ પણ સરકાર, ભલે કોઈ પણ પક્ષનો હોય, આપણે શું શીખવીએ, કોને સ્વીકારીએ, અથવા શું સંશોધન કરીએ તે નક્કી કરી શકતી નથી. ગાર્બરે સ્પષ્ટતા કરી કે હાર્વર્ડે યહૂદી-વિરોધ સામે લડવા માટે પહેલાથી જ ઘણા પગલાં લીધાં છે, પરંતુ તે ટ્રમ્પના મનસ્વી પગલાંને સ્વીકારતું નથી. ટ્રમ્પ વહીવટીતંત્રે ? ૨.૨ બિલિયનનું ભંડોળ રોકીને હાર્વર્ડને ડરાવવાનો પ્રયાસ કર્યો છે. આ નાણાં સંશોધન, દવા અને એન્જિનિયરિંગ જેવા ક્ષેત્રોમાં જાય છે, જે લાખો લોકોના જીવનને સુધારે છે. પરંતુ હાર્વર્ડ એકમાત્ર લક્ષ્ય નથી. ટ્રમ્પે યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા, બ્રાઉન અને પ્રિન્સટન યુનિવર્સિટીઓને ભંડોળ પણ બંધ કરી દીધું છે. કોલંબિયા યુનિવર્સિટી પહેલાથી જ દબાણ સામે ઝૂકી ગઈ છે, તેના ભંડોળમાંથી ૦૪૦૦ મિલિયનનો કાપ મૂકવામાં આવ્યો છે. ટ્રમ્પના આ દબાણથી સ્પષ્ટ થાય છે કે તેઓ પૈસાના જોરે યુનિવર્સિટીઓને તેમની રાજકીય લાઇન અનુસરવા માંગે છે.