ટેરિફ યુદ્ધ વચ્ચે ચીનને નિકાસમાં વધારો, આયાતમાં ઘટાડો,

Spread the love

માર્ચમાં ચીનની નિકાસ વાર્ષિક ધોરણે ૧૨.૪ ટકા વધી હતી. વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થામાંથી નિકાસ ૨૦૨૫ના પ્રથમ ત્રણ (જાન્યુઆરી-માર્ચ) મહિનામાં વાર્ષિક ધોરણે ૫.૮ ટકા

બીજીંગ,

માર્ચમાં ચીનની નિકાસમાં વાર્ષિક ધોરણે ૧૨.૪ ટકાનો વધારો નોંધાયો છે. આ જ સમયગાળા દરમિયાન, આયાતમાં ૪.૩ ટકાનો ઘટાડો થયો છે. અમેરિકા દ્વારા ચીનથી આયાત કરવામાં આવતા માલ પર ડ્યુટીમાં વધારા વચ્ચે સરકારે આ માહિતી આપી. વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થામાંથી નિકાસ ૨૦૨૫ ના પ્રથમ ત્રણ મહિના (જાન્યુઆરી-માર્ચ) માં વાર્ષિક ધોરણે ૫.૮ ટકા વધી હતી, જ્યારે આયાતમાં સાત ટકાનો ઘટાડો થયો હતો. માર્ચ મહિનામાં ચીનનો અમેરિકા સાથેનો વેપાર સરપ્લસ ૦૨૭.૬ બિલિયન હતો, જ્યારે તેની નિકાસમાં ૪.૫ ટકાનો વધારો થયો હતો. વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા (જાન્યુઆરી-માર્ચ)માં ચીનનો અમેરિકા સાથેનો વેપાર સરપ્લસ ૦૭૬.૬ બિલિયન હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વેપાર નીતિઓમાં તાજેતરના સુધારા મુજબ, ચીન અમેરિકામાં થતી મોટાભાગની નિકાસ પર ૧૪૫ ટકા ડયુટીનો સામનો કરી રહ્યું છે. જોકે, નિકાસમાં સૌથી વધુ વળદ્ધિ ચીનના દક્ષિણપૂર્વ એશિયાઈ પડોશીઓમાંથી થઈ હતી, જ્યાં માર્ચમાં ચીનમાંથી નિકાસ વાર્ષિક ધોરણે લગભગ ૧૭ ટકા વધી હતી. આફ્રિકામાં નિકાસમાં ૧૧ ટકાથી વધુનો વધારો થયો છે.

કસ્ટમ્સ એડમિનિસ્ટ્રેશનના પ્રવક્તા લિચુ ડાલિયાંગે જણાવ્યું હતું કે ચીન એક જટિલ અને ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે પરંતુ તે હાર માનશે નહીં. તેમણે ચીનના વિવિધ નિકાસ વિકલ્પો અને વિશાળ સ્થાનિક બજાર તરફ ઈશારો કરતા આ વાત કહી. ચીની આયાતમાં ઘટાડા અંગે પૂછવામાં આવતા, તેમણે કહ્યું કે ચીન સતત ૧૬ વર્ષથી વિશ્વનો બીજો સૌથી મોટો આયાતકાર દેશ રહ્યો છે, જેણે વૈશ્વિક આયાતમાં તેનો હિસ્સો લગભગ આઠ ટકાથી વધારીને ૧૦.૫ ટકા કર્યો છે. લિયુ ડાલિયાંગે જણાવ્યું હતું કે ચીનનો આયાત વળદ્ધિ ક્ષેત્ર હાલમાં અને ભવિષ્યમાં વિશાળ છે, અને વિશાળ ચીની બજાર હંમેશા વિશ્વ માટે એક મોટી તક છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સોમવારે પ્રાદેશિક પ્રવાસના ભાગ રૂપે વિયેતનામના પ્રવાસે હતા. તેઓ મલેશિયા અને કંબોડિયાની પણ મુલાકાત લેશે. આનાથી તેમને અન્ય એશિયન દેશો સાથે વેપાર સંબંધો મજબૂત કરવાની તક મળશે જે સંભવિતપણે ભારે ટેરિફનો સામનો કરી રહ્યા છે. જોકે, ગયા અઠવાડિયે અમેરિકાએ આ નિર્ણય ૯૦ દિવસ માટે મુલતવી રાખ્યો હતો. ગયા મહિને ચીનની વિયેતનામમાં નિકાસ વાર્ષિક ધોરણે લગભગ ૧૭ ટકા વધી હતી, જ્યારે તેની આયાતમાં ૨.૭ ટકાનો ઘટાડો થયો હતો. જોકે શીની મુલાકાત પહેલાથી જ નક્કી હતી, પરંતુ અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર યુદ્ધને કારણે તે મહત્વપૂર્ણ બની ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com