રાજ્યમાં કોરોનાનો કેર વધી રહ્યો છે ત્યારે ગુજરાતનું પાટનગર એવું GJ-18 ખાતે પણ કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો જાેવા મળી રહ્યો છે. ત્યારે આજે કોરોના ગ્રસ્ત દર્દીઓની લાઇનો સે-૨૧, સે-૨ (અર્બન સેન્ટર) ખાતે લાગી હતી, ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા શેરબજારનો ઇન્ડેક્ષ જેમ હાઇ જતો જાય છે. તેમ અહીંયા નવા દર્દીઓની સંખ્યા સાથે કોરોનાનો ચાર્ટ કુદકે ને ભુસકે વધી રહ્યો છે. ત્યારે ગાં.મનપાની ચૂંટણીપંચે ચૂંટણી જાહેર કરતાં ઉમેદવારોની ભીડ રાજકીય પક્ષોના કાર્યાલયો ખાતે એકઠી થઇ રહી છે. ત્યારે પ્રજા કોરોનાથી પીડાઇ રહી છે. ત્યારે ચૂંટણીનો માહોલમાં પ્રજા મતદાન કરશે કે કેમ? તે યથાર્થ પ્રશ્ન છે.