૧૬ લોકોને સરકારી નોકરી અપાવવાની લાલચ આપીને રૂ.૪૩.૫૦ લાખની છેતરપિંડી કરનાર માસ્ટર માઈન્ડ શિલ્પા દવેની પોલીસ ધરપકડ કરી

Spread the love

 

બોટાદ અને રાજકોટ જિલ્લાના ૧૬ લોકોને આરોગ્ય વિભાગમાં સરકારી નોકરીની લાચ આપીને રૂ.૪૩.૫૦ લાખોનો ચૂનો લગાડવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે ઝીણવટપૂર્વક તપાસ આદરી હતી, ત્યારે ૯ માસથી ફરાર મહિલાને ર્જીંય્ પોલીસે અમદાવાદથી ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.૧૬ લોકોને આરોગ્ય વિભાગમાં નોકરી અપાવવાની લાલચ આપીને રૂ.૪૩.૫૦ લાખની છેતરપિંડી કરનાર મુખ્ય માસ્ટર માઈન્ડ શિલ્પા દવે સહિત ભરતભાઈ સોલંકી, જગદીશભાઈ વિરૂદ્ધ ૨૨ જુલાઈ ૨૦૨૪ના રોજ બોટાદ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

સમગ્ર મામલે પોલીસે સાળંગપુર હોસ્પિટલમાં નોકરી કરતાં ભરત સોલંકીની ધરપકડ કરી હતી. જાેકે, શિલ્પા દવે અને જગદીશ ફરાર હતા, ત્યારે છેલ્લા ૯ મહિના બાદ મુખ્ય આરોપી શિલ્પાની પોલીસ ધરપકડ કરી છે.

બોટાદ ર્જીંય્ પોલીસને બાતમી મળી હતી કે, આરોપી શિલ્પા અમદાવાદમાં છે. આ દરમિયાન પોલીસે બાતમીના આધારે શિલ્પાને ઝડપી પાડી હતી. મળતી માહિતી મુજબ, અરવલ્લી જિલ્લામાં આરોપી શિલ્પાએ કેટલાક લોકોને વિદેશ જવાની લાલચ આપીને ૨૯ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. સમગ્ર મામલે પોલીસે શિલ્પાના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. જ્યારે અન્ય એક ફરાર આરોપીની શોધખોળ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com