ભારતના વડાપ્રધાનનરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ પોતે કરોડો નહીં પણ અબજાે રૂપિયાની ગ્રાન્ટો મહાનગરપાલિકાઓના વિકાસ માટે આપે છે અને જે પૈસો દિલ્હીથી આવે છે તે પૂરેપૂરો રૂપિયો મળી રહ્યો છે ત્યારે કેન્દ્ર માંથી આવતી અબજાેની ગ્રાન્ટ રાજ્ય સરકારને મળતા રાજ્ય સરકારના મુખ્યમંત્રી વિજય રૂપ ાણી, ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલ પોતે પૂરેપૂરી ગ્રાન્ટ નગરપાલિકાઓના વિકાસ માટે આપી રહ્યા છે ત્યારે આ ગ્રાંટનો સદુપયોગ થાય તે જરૂરી છે ત્યારે જે ચૂંટાયેલા નગરસેવકો હતા તેમણે મહિલાઓના ઉત્કર્ષ માટે દર વર્ષે નગરસેવકોને ૫૦ હજાર રૂપિયાની મર્યાદામાં ગ્રાન્ટ મળતી હોય છે ત્યારે ગ્રાન્ટનો ઉપયોગ થયો હોય તો મહિલા પગભર પણ થાય અને મહિલાઓનેરોજગારી થી લઈને અનેક સ્તોત્રો જાણવા મળે ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલાઓના ઉત્થાન માટે અનેક પ્રયત્નો કર્યા છે ત્યારે નગરસેવકોએ આ મહિલાઓની વિકાસની ગ્રાન્ટમાં પોતાનો વિકાસ કરી લીધો હોય તેવું લાગી રહ્યું છે ભાજપ અને કોંગ્રેસનાબંને નગરસેવકોએ ઇલુ-ઇલુ કરીને મહિલાઓની ગ્રાન્ટના ૪૯ હજાર રૂપિયા પોતાના ખિસ્સામાં સેરવી લીધા હોય તેવું લાગી રહ્યું છે. ફક્ત બે મહિલાએ ૪૮ હજાર રૂપિયા મંદિરમાં ચીજવસ્તુઓ ખરીદવા માં તથા બ્લડ ડોનેશન કેમ્પ નું કામ કરતી સંસ્થાને ગ્રાન્ટ આપીછે ત્યારે કોંગ્રેસ અને ભાજપના બંને નગરસેવકોએ કુલડીમાં ગોળ ભાંગ્યો છે ત્યારે આ નગરસેવકોને ચુંટવા જાેઈએ ખરા ? ખરેખર તો પાર્ટી આ લોકોની ટિકિટ પર કાતર મારવાની જરૂર છેવર્ષોથી ગાંધીનગર મહાનગરપાલિકામાં પડેલા નગરસેવકોએ મનપાની તિજાેરી ને ધબ્બો મારવા અને પ્રજાના પૈસા નાણાં પણ ચાઉં કરી જતા હોય તો શું આ લોકો સેવા કરવા આવ્યા છે? મહિલા ઉત્કર્ષની ગ્રાન્ટમાંથી મહિલાઓના વિકાસના કાર્યો થી લઈને તેની શિબિરના ના કાર્યક્રમમાં રજૂઆત એ માટે ૫૦,૦૦૦ની દર વર્ષે નગરસેવકને આ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે ત્યારે અહીંયા શિબિરના ફોટા મૂકીને ૧૦થી ૧ મહિલાને ઊભી કરીને પાંચ દિવસથી ચાલી તેમ જણાવીને ૪૯૫૦૦ ના બિલો નગરસેવકોએ ચાઉં કરી ગયા છે અડધી ચા કોઈ પ્રજાજનનેનહિ પીવડાવનારા મહિલા ઉત્કર્ષ માટે ૫૦ હજાર આપ્યા તે ગળે કઈ રીતે ઉતરે? ત્યારે આરટીઆઇ એક્ટિવિસ્ટ દ્વારા માહિતી માંગવામાં આવતા આ ભાંડો ફૂટવા પામ્યો છે ત્યારે જે નગરસેવકોએ બિલો મૂક્યા છે તેના નામ વિગત પણ લખી છે ત્યારે ગાંધીનગર મહાનગર પાલિકાની બેઠકમાં જે કોંગ્રેસ વિરોધ કરતી હોય છે અને હો..હા.. કરતી હોય છે તે પણ પ્રજાને ઉલ્લુ ઉલ્લુ બનાવવાનું છે ત્યારે ભ્રષ્ટાચારના આક્ષેપો કોંગ્રેસ દ્વારા સામેલ થયા હતા ત્યારે કોંગ્રેસ દ્વારા થયેલા આક્ષેપો બાદ કોંગ્રેસે પણ મહિલા ઉત્કર્ષની ગ્રાન્ટમાંથી વિરોધ કરનારા નગરસેવકોએ ૪૯૦૦૦ મૂકીને નાણાં ગળી ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે ત્યારે ભાજપ શહેર પ્રમુખ અને કોંગ્રેસના શહેર પ્રમુખ લઈને આજે નિરીક્ષકો આવે તેમની સમક્ષ ચર્ચા કરવાની જરૂર છે અત્યારે ભાજપ અને કોંગ્રેસના મોટાભાગના સભ્યો કોન્ટ્રાક્ટર બની ગયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં નવી કોન્ટ્રાક્ટર પાર્ટી ઊભી થઇ ગઇ હોય તેમ ગાંધીનગર મહાનગરપાલિકામાં પ ોતાની પત્ની ચૂંટાઈ હોય તો પતિ ત્યારથી લઈને બધા કોન્ટ્રાક્ટરો બની ગયા છે ભાજપ સાથે રહેવાનું ખરું પણ કોન્ટેક મેળવવા માટેનો બે જ રાખવો જરૂરી છે ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પ ાટીલે આ લોકોના સીઆર (ખાનગી રિપોર્ટ) મેળવીને મનન કરવાની જરૂર છે અમદાવાદ મહાનગરપાલિકામાં જે રીતે ડાઘ લાગેલા અને જૂના વર્ષોથી પેઢી પડેલા નગરસેવકો એવો કોન્ટ્રાક્ટર બની ગયા હતા તેમની ટીકીટ જે કાપીને નવાને ચાન્સ આપવામાં આવ્યો તે જ રસ્તો અહીંયા અપનાવવાની જરૂર છે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉપર એક મોટો વિશ્વાસ ભાજપના કાર્યકરો તથા ટિકિટ વાંચ્છુઓનો માં છે જે લોકો સામે ભ્રષ્ટાચારની ફરિયાદો અને છાંટા ઊડ્યા છે તથા જે લોકો મહાનગરપ ાલિકામાં સગા-સંબંધીઓના કોન્ટ્રાક છે તે લોકોને તગેડી દેવાની જરૂર છે અને ટિકિટ થી દૂર કરવાની જરૂર છે ત્યારે ભાજપ કોંગ્રેસમાં બંને નગરસેવકોએ કુલડીમાં ગોળ ભાંગ્યો હોય તેમ તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ જે ઘાટ સર્જાયો છે. મહિલા શિબિરના નામે અને મહિલાના ઉત્કર્ષ માટેની ગ્રાન્ટો આખી ગળી ગયા હોવાનું જણાવ્યું છે ત્યારે ૧૨ મહિલા ભેગી થઈ હોય અને શિબિર યોજી હોય તો શું ૪૯૦૦૦ નો ખર્ચો થાય ખરો?? અડધી ચા કોઈને નહીં પીવડાવનારા અને બીજાની આશા રાખનારા નગરસેવકો મહિલા માટે ૪૯૦૦૦ ની ગ્રાન્ટ વાપરે તે ગળે ઉતરે ખરી?? ભાજપમાં અત્યારે વર્ષોથી જૂના કાર્યકરો ટિકિટ માટે આંટાફેરા મારી રહ્યાં છે અને નવા નિશાળિયા, હા ટિકિટ માટે પ્રદેશ કક્ષાએ કાગારોળ મચાવી રહ્યા છે ત્યારે પૂર્વ નગરસેવકોની કુંડળી તપાસવાની જરૂર છે બાકી મહિલા ઉત્કર્ષની ગ્રાન્ટ બાદ દર વર્ષે સફાઈની ગ્રાંટમાં પણ નગરસેવકોએ ભ્રષ્ટાચાર આચર્યો છે જેસીબી સાફ-સફાઈના ફેરવીને એક કલાકનું ભાડું હોય તે વધારે કલાકો લખાવીને સેટિંગ કરવામાં આવ્યું છે ત્યારે કોંગ્રેસ દ્વારા જે મહિલા ઉત્કર્ષ ના બિલા મૂકવામાં આવ્યા છે તે મોટા ભાગની સિદ્ધિવિનાયક ફાઉન્ડેશન (વાવોલ) ના છે અને પ્રમુખ તરીકે ડી. બી. ગઢવી છે ત્યારે ભાજપના પણ ઘણા લોકોએ આ ફાઉન્ડેશન ની સેવા લીધી હોય એવું લાગી રહ્યું છે ત્યારે મહિલા ઉત્કર્ષની ગ્રાંટમાં મોટાભાગના ભાજપ કોંગ્રેસના નગરસેવકોએ ઓક્ટોબર મહિનામાં વધારે મહિલાઓ માટે ઉજવણી કરી હોય તેવું લાગી રહ્યું છે. ભાજપ કોંગ્રેસમાં જાેવા જઈએ તો ફક્ત ભાજપની બે મહિલાઓએ મહિલા ઉત્કર્ષ ગ્રાંટ સુયોજીત વાપરી છે બાકી નાટકો, ચા નાસ્તામાં આખી ગ્રાંટમાં દિવાળી સુધારી છે.