ગાંધીનગર શહેર વસાહત મહાસંઘના મહામંત્રી ભાજપમાંથી ટિકિટ લેવા ઉમેદવારી નોંધાવી
રાજુ બન ગયા જેન્ટલમેન કે કેન્ડિડેટ?
ગાંધીનગર વસાહત મહાસંઘ નું સુરસુરિયું રાજુ બન ગયા જેન્ટલમેન નહીં, ઉમેદવાર?
સોમવારના રોજ સેક્ટર ૨ ખાતે રાજેન્દ્ર પાર્ક વિરોધ કરી રહ્યા છે અને બીજા જ દિવસે પોતે ભીડમાં ટિકિટ લેવા સેક્ટર ૧૨ ખાતે પહોંચ્યા છે ત્યારે રાજકીય પક્ષોને દબાવવાના પેતરા હોય લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે
વસાહતીઓને ઊંધા ચશ્મા પહેરાવી ને પોતાની ટિકિટ માટેના નુસખા હોવાની ચર્ચા
ગાંધીનગર
ગાંધીનગર શહેર વસાહત મહાસંઘ દ્વારા કોરોનાની મહામારી ના કારણે ચૂંટણી નહીં યોજવા માટે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી હતી ત્યારે બીજા જ દિવસે ચૂંટણી પંચે ચૂંટણી યોજવા હુકમ કરી દીધા હોય ભારે ચહલપહલ મચી ગઈ છે ત્યારે ગાંધીનગર વસાહત મહાસંઘના પ્રમુખ કેસરીસિંહ બિહોલા તથા સંઘ દ્વારા જાેડાયેલા સિનિયર સિટીઝનો એ વિરોધ દર્શાવીને પ્લેકાર્ડ લઈને દરેક જગ્યાએ વિરોધ કર્યો હતો ત્યારે મહા સંઘના મહામંત્રી રાજેન્દ્ર પારેખે સેક્ટર ૨ માં તારીખ ૨૨ માર્ચ ના રોજ પ્લેકાર્ડ સાથે સેક્ટર-૨ ના બગીચામાં વિરોધ કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ સેક્ટર ૧૨ ખાતે ભાજપ દ્વારા સેન્સ લેવામાં આવતી હતી ત્યાં પોતે ઉમેદવાર હોય તે મુરતિયા બનવા ઉમેદવારી નોંધાવી છે
ગાંધીનગર શહેર વસાહત મહાસંઘ દ્વારા જે વિરુદ્ધ કરવામાં આવ્યો ત્યારે પ્રજામાં સારો એવો સાથ સહકાર મળ્યો હતો પણ મહાસંઘના જ હોદ્દેદાર ટિકિટ લેવા દોડાદોડી કરતા હોય તો શું સમજવું આ ટિકિટ નો ખેલ હતો કે શું ? ત્યારે કોરોના વાયરસ બેકાબૂ છે અને ચૂંટણી મોકૂફીના આંદોલન ચલાવનારા ટિકિટ માટે ભીડમાં ઊભા છે ત્યારે ચૂંટણી નહીં યોજવા અને વહીવટદાર નીમવાની આંદોલન ચલાવનારા રાજુ પારેખ પોતે વોર્ડ નંબર નવ માં પાંચ માં ચૂંટણી લડવા મુરતિયા બનવા ઉત્સુક બન્યા છે ત્યારે સિનિયર સિટીઝનોને ઊંધા ચશ્મા પહેરાવી ને પોતાની ટિકિટ મેળવવા ચૂંટણી નો વિરોધ હોવાનું તરફ કે નાટક હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.