જીપીએસસીની પરીક્ષા અને પેટર્ન યુપીએસસીની: ઉમેદવારોમાં દેકારો

Spread the love

 

ગુજરાત જાહેર સેવા આયોગની વર્ગ ૧-૨ની પરીક્ષા ગઈકાલે યોજાઇ હતી આ પરીક્ષા નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે પ્રથમ વખત લેવાય હતી રાયના ૨૧ જિલ્લ ામાં યોજાયેલી પરીક્ષામાં ૯૭ હજારથી વધુ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી.આ વખતે પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારોને પોણા બે કલાક વહેલા પ્રવેશ આપવામાં આવ્યો હતો. ત્યારે પાલનપુર પરીક્ષા કેન્દ્રના ૨૫ જેટલા ઉમેદવારો પાંચ મિનિટ મોડા આવતા તેમને પ્રવેશ અપાયો ન હતો.જીપીએસસીએ નવી પેટર્નથી લીધેલી આ પરીક્ષામાં પરીક્ષાર્થીઓને સમય ઓછો પડો હતો.યારે પેપર યુપીએસસી લેવલનું પૂછાયું હોવાનું પરીક્ષાર્થીઓનું કહેવું છે.

ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ તથા ગુજરાત નગર પાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-૨ની જાહેરાત ક્રમાંક- ૨૪૦૨૦૨૪-૨૫ની કુલ ૨૪૪ જગ્યા માટે ગઈકાલે પ્રિલિમિનરી પરીક્ષા યોજાઈ હતી.

પરીક્ષાને લઈને પરીક્ષાર્થીઓએ જણાવ્યું હતું કે, ‘પેપર બહત્પ લાંબુ અને અઘં એટલે પૂરેપૂરો સમય માંગી લે તેવું હતું. જેમાં અમુક પ્રશ્નોને છોડીને મોટાભાગના સવાલો વિધાન વાળા હતા. યારે આ વખતે પેપરમાં કરન્ટ અફેર્સ વધારે પૂછાયું હતું. આ વખતે જીપીએસસીની પરીક્ષાની પેટર્ન બદલવામા આવી હતી. યુપીએસસી પેટર્ન થી લેવાયેલી પરીક્ષા ઉમેદવારોને અઘરી લાગી હતી.જેમાં પાલનપુરના વિધામંદિર ખાતે યોજાયેલી પરીક્ષામાં ૨૦થી ૨૫ જેટલા પરીક્ષાર્થીઓને પરીક્ષા આપવાની તક ગુમાવવી પડી છે.પરીક્ષાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર ૫ મિનિટ મોડા પહોંચતા પરીક્ષાખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *