મુર્શિદાબાદની ઘટના પર બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ હિંદુઓને લઈને મોટું નિવેદન આપ્યું

Spread the love

બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર કળષ્ણ શાસ્ત્રીએ હિંદુઓને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે પ^મિ બંગાળ અને મુર્શિદાબાદની ઘટના પર કહ્યું કે હિંદુ કાયર છે, તે ભાગી રહ્યો છે. જો હિંદુ સધરશે નહીં તો દુર્દશા નક્કી છે. શાસ્ત્રીએ હિંદુ રાષ્ટ્રને લઈને પણ મોટું નિવેદન આપ્યું છે.
બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર કળષ્ણ શાસ્ત્રીએ ફરી એકવાર હિંદુ રાષ્ટ્રને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ભારતમાં જો હિંદુ નહીં જાગે તો દરેક જગ્યાએથી તેમને પલાયન કરવું પડશે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે જે કાશ્મીર ફાઈલ્સ અને બાંગ્લાદેશમાં જોયું છે તેનું લાઈવ પ્રસારણ પ મિ બંગાળમાં થઈ રહ્યું છે.
હકીકતે ધીરેન્દ્ર શાસ્ત્રી દતિયાના પિતાંબરા પીઠના દર્શન કરવા આવ્યા હતા. ત્યાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે તેમણે માતા પિતામ્બરાને ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા અને મુર્શિદાબાદથી હિન્દુઓનું સ્થળાંતર રોકવા માટે પ્રાર્થના કરી છે. પ^મિ બંગાળમાં પણ બાંગ્લાદેશ જેવી સ્થિતિ બની રહી છે તે પ્રશ્નના જવાબમાં બાગેશ્વર બાબાએ કહ્યું કે જો ભારતમાં હિન્દુઓ જાગળત નહી થાય તો આવું દરેક જગ્યાએ થશે. સૌથી મોટી વાત એ છે કે ત્યાંના હિન્દુઓ કાયર છે. તે ભાગી રહ્યા છે. જો આપણે આપણા ઘર છોડીને આપણા જ દેશમાં ભાગી જવું પડે, તો હિન્દુઓની દુર્દશા નિ^તિ છે.
બાગેશ્વર બાબાએ કહ્યું હતું કે જો આપણે આજે નહી જાગીએ તો કાલે પણ જાગી શકીશું નહીં. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે કાશ્મીર ફાઇલ્સ અને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા અત્યાચારોનું ૫^મિ બંગાળમાં લાઇવ પ્રસારણ થઈ રહ્યું છે. જો હિન્દુ હજુ પણ નહીં સુધરે તો હિન્દુ નર્કમાં જશે. હિન્દુઓ વિભાજીત થશે. તેમણે મુર્શિદાબાદના હિન્દુઓને એક રહેવા અપીલ કરી છે. જોડાયેલા રહો. અલગ ન થાઓ, ભાગી ન જાઓ, જાગો.
બાગેશ્વર બાબાએ મુર્શિદાબાદ સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. મુર્શિદાબાદમાં હિન્દુ મંદિરો અને દીકરીઓ પર થઈ રહેલા અત્યાચાર માટે ત્યાંની સરકાર જવાબદાર છે. જ્યાં ૮૦ ટકા વસ્તી હિન્દુ છે, ત્યાં હિન્દુઓ પોતે જ જોખમમાં છે, તેનાથી વધુ દુર્ભાગ્યપૂર્ણ કંઈ હોઈ શકે નહી ત્યાંની સરકારે ખાસ કરીને આ મુદ્દાને સમજવો જોઈએ અને હિન્દુઓની મદદ માટે મેદાનમાં આવવું જોઈએ.
નોંધનીય છે કે, મધ્ય પ્રદેશ પીસીસીના વડા જીતુ પટવારીએ બાગેશ્વર ધામમાં હિન્દુ ગામો અંગે ધીરેન્દ્ર શાસ્ત્રીના વિચારો પર સવાલ ઉઠાવ્યા છે. છતરપુરમાં એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે જો રામ અબજો વર્ષ પહેલા અસ્તિત્વમાં હોત તો આખી દુનિયા હિન્દુ હોત, તો ફક્ત એક ગામ કેમ? તેમણે નફરત ફેલાવવા અને મત મેળવવાની રાજનીતિના સંદર્ભમાં આ વાત કહી. તેમના આ નિવેદનથી સોશિયલ મીડિયા પર રાજકારણ ગરમાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *