
ગઇકાલે ધરતી પરના સ્વર્ગને નરકમાં તબદીલ કરી ત્રાસવાદીઓમાં ખેલેલી લોહીની હોળી બાદ સમગ્ર દેશમાં પાકિસ્તાન અને ત્રાસવાદીઓ વિરૂધ્ધ આક્રોશ ફાટી નીકળ્યો છે. લોકો પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યકત કરી રહ્યા છે અને માનવરૂપી રાક્ષસો વિરૂધ્ધ ફીટકાર વરસાવી રહ્યા છે. અંધાધૂંધ્ધ ગોળીબારમાં ૨૬થી વધુ ટુરિસ્ટોના મોત થયા છે. તો બીજી તરફ માનવ જીજીંદગી છીનવી લેનારા ત્રાસવાદીઓને ઝડપી લેવા ઠાર કરવા સુરક્ષાદળોનું તલાશી અભિયાન વેગવંતું બન્યું છે. વડાપ્રધાન મોદી એકશન મોડમાં આવી ગયા હોય તેમ મોડી રાત્રે સ્વદેશ પાછા ફરીને એરપોર્ટ ઉપર જ બેઠક યોજી હતી તો બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગરમાં પડાવ નાખીને રણનીતી ઘડી રહ્યા છે. અને તેઓ પહલગામ જાય તેવી પણ શકયતા છે. એક વાત નકકી છે કે સરકાર આ હુમલાનો જડબાતોડ જવાબ આપશે એ નકકી છે. જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલામાં મળત્યુઆંક સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં ૨૬ લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં બે વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે.
આ હુમલામાં નિર્દોષ પ્રવાસીઓને નિશાન બનાવવાથી સમગ્ર દેશમાં ગુસ્સો અને રોષની લહેર ફેલાઈ ગઈ છે. આ ઘટનાનો વિરોધ કરવા માટે લોકો રસ્તાઓ પર ઉતરી રહ્યા છે અને પાકિસ્તાન હોશ મેં આવો જેવા નારા લગાવીને આતંકવાદીઓ અને તેમના આકાઓની કડક નિંદા કરી રહ્યા છે. પહેલગામમાં થયેલો આ આતંકવાદી હુમલો ભારતની સાર્વભૌમત્વ, કાશ્મીરની શાંતિ અને પ્રવાસન આધારિત અર્થતંત્ર પર સીધો હુમલો છે. હુમલામાં માર્યા ગયેલા મોટાભાગના પુરુષો હતા, જેમાંથી કેટલાકની ઓળખ વિદેશી પ્રવાસીઓ તરીકે થઈ હતી. માહિતી અનુસાર, ચાર આતંકવાદીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો, જેમાં ત્રણ પાકિસ્તાની અને એક સ્થાનિક કાશ્મીરી આતંકવાદીનો સમાવેશ થાય છે. આ ઘટના ત્યારે બની જ્યારે પ્રવાસીઓ બૈસરન ખીણના ઉપરના ભાગમાં ઘોડેસવારી કરી રહ્યા હતા. આતંકવાદીઓ ત્યાં પહોંચ્યા અને પ્રવાસીઓને પંજાબીમાં તેમના ધર્મ વિશે પૂછયું. ઓળખાયા પછી, તેઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો અને લગભગ ૫૦ રાઉન્ડ ગોળીબાર કર્યો.ત્રાસવાદીઓને શોધવા તલાશી અભિયાન વેગવંતુ કરાયું છે. આ આતંકવાદી હુમલા પર આંતરરાષ્ટ્રીય સમુદાય પણ દુઃખ વ્યક્ત કરી રહ્યો છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે આ હુમલા પર ઊંડો દુઃખ વ્યક્ત કર્યો છે.
હાલમાં સાઉદી અરેબિયામાં રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે ગૃહમંત્રી અમિત શાહને ફોન કરીને પરિસ્થિતિ વિશે પૂછપરછ કરી અને પહેલગામ માટે તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચનાઓ આપી. દરમિયાન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગર પહોંચી ગયા છે અને આ હુમલા પછીની પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. સુરક્ષા દળોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે અને આતંકવાદીઓની શોધ ચાલુ છે. જમ્મુ અને કાશ્મીરના લેફટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને મુખ્યમંત્રી મહેબૂબા મુફતીએ આ હુમલાની કડક નિંદા કરી છે. પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ આ ઘટનાક્રમ પર સતત નજર રાખી રહ્યા છે. આ ઘટના બાદ ગૃહમંત્રી અમિત શાહે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 30 લોકોના મોતની આશંકા છે. આ હુમલામાં માર્યા ગયેલા પ્રવાસીઓમાં ઉત્તર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ અને ઓડિશાના પ્રવાસીઓનો સમાવેશ થાય છે.
૨૦૧૯ ના પુલવામા હુમલા પછીનો આ સૌથી મોટો આતંકવાદી હુમલો છે. પહેલગામ હુમલાની માહિતી મળતાની સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી અને પછી મોડી રાત્રે જમ્મુ-કાશ્મીર પહોંચ્યા હતા અને લેફટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે બેઠક કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પીએમ મોદી પણ તેમનો સાઉદી પ્રવાસ છોડીને દિલ્હી પાછા ફર્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે રાત્રે શ્રીનગર પહોંચીને લેફટનન્ટ ગવર્નર મનોજ સિંહા સાથે ઉચ્ચ સ્તરીય બેઠકમાં પહેલગામના બૈસરનમાં થયેલા આતંકવાદી હુમલાથી ઉભી થયેલી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ગૃહમંત્રીએ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, જમ્મુ અને કાશ્મીર પોલીસ મહાનિર્દેશક નલિન પ્રભાત. કેન્દ્રીય ગળહ સચિવ ગોવિંદ મોહન અને આઈબી ડિરેક્ટર તપન ડેકા સાથે બેઠક યોજી હતી.
દરમિયાન, પીએમ મોદી, જેઓ સાઉદી અરેબિયાના બે દિવસના પ્રવાસે હતા, તેઓ તેમનો પ્રવાસ અધવચ્ચે જ છોડીને દિલ્હી પાછા ફર્યા છે. એવું માનવામાં આવે છે કે પીએમ બુધવારે દિલ્હીમાં આતંકવાદી હુમલા અંગે ઉચ્ચ સ્તરીય બેઠક કરશે. તે જ સમયે, અમિત શાહ આજે ઘટના સ્થળ પહેલગામ પણ જઈ શકે છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે સરકાર આતંકવાદીઓ સામે મોટી કાર્યવાહીની તૈયારી કરી રહી છે, કારણ કે પહેલગામ ઘટનાને લઈને માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ગુસ્સો છે. ગૃહમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી સુરક્ષા સમીક્ષા બેઠકમાં પોલીસ, સીઆરપીએફ, બીએસએફ, સેના, સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓના અધિકારીઓએ હાજરી આપી હતી. આ ઉચ્ચ સ્તરીય બેઠક લગભગ દોઢ કલાક ચાલી. આતંકવાદી ઘટના પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે રીતે કાર્યવાહીમાં જોવા મળે છે, તે સ્પષ્ટ સંકેત આપે છે કે સરકાર આતંકવાદીઓ પ્રત્યે કોઈ દયા બતાવવાની નથી.
બેઠકમાં થયેલી ચર્ચા વિશે વધુ માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે ગૃહમંત્રીએ આ ઘટના અંગે સંબંધિત અધિકારીઓ સમક્ષ નારાજગી વ્યક્ત કરી છે. અમિત શાહે ગુપ્તચર તંત્રને મજબૂત બનાવવા અને આતંકવાદીઓ સામે ઝુંબેશ વધુ તીવ્ર બનાવવાના નિર્દેશો આપતા કહ્યું કે આ હુમલામાં સામેલ તમામ આતંકવાદીઓને ઓળખીને તેમને જલ્દી સજા આપવામાં આવે. મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પર્યટન સ્થળ પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓના એક જૂથ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં 30 લોકોના મોતની આશંકા છે. બપોરે લગભગ ૨.૩૦ વાગ્યે, બૈસરન ખીણમાં અજાણ્યા બંદૂકધારીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે આતંકવાદીઓ જંગલમાંથી બહાર આવ્યા અને નજીકથી ગોળીબાર શરૂ કર્યો. આ સમય દરમિયાન, ગોળીબાર કરતા પહેલા, આતંકવાદીઓએ એક મહિલા પ્રવાસીને તેનું નામ અને ધર્મ પૂછયું હતું. આ હુમલામાં મળત્યુ પામેલા પ્રવાસીઓમાં સ્થાનિક અને બહારના બંને પ્રકારના લોકોનો સમાવેશ થાય છે.
પહેલગામ ઘટનાની માહિતી મળતાની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાત કરી અને હુમલા પર કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા. પીએમ મોદીએ પણ શાહને સ્થળની મુલાકાત લેવા કહ્યું હતું. પીએમ મોદીએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે હું જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરું છું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો જલદીથી સ્વસ્થ થાય. પ્રધાનમંત્રી મોદીએ એમ પણ કહ્યું કે આ જધન્ય કૃત્ય પાછળના લોકોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે. તેમને બક્ષવામાં આવશે નહીં. તેની દુષ્ટ યોજના ક્યારેય સફળ થશે નહીં. આતંકવાદ સામે આપણો સંકલ્પ મક્કમ છે અને તે વધુ મજબૂત બનશે. દિલ્હી પરત ફર્યા બાદ, પીએમ મોદીએ એરપોર્ટ પર વિદેશ મંત્રી એસ જયશંકર, એનએસએ અજિત ડોભાલ અને વિદેશ સચિવ સાથે મુલાકાત કરી. પીએમ મોદીએ દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક પણ બોલાવી છે જ્યારે અમિત શાહે શ્રીનગરમાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને સીએમ ઓમર અબ્દુલ્લા સાથે બેઠક કરી છે. સરકાર હવે આ હુમલાના જવાબમાં મોટી કાર્યવાહીની તૈયારી કરી રહી છે.