
ગરમીની સીઝનમાં પાકિસ્તાન હંમેશાથી જમ્મુ કાશ્મીરમાં આતંકી ઘુસાડવાની કોશિશ અને આતંકી હુમલા વધારે છે. પહલગામમાં થયેલો હુમલો આ જ પ્રકારનું એક કાવતરું છે. મોટા ભાગે ટૂરિસ્ટને ટાર્ગેટ નથી બનાવતા, પણ આ વખતે આ પણ થયું. પીએમ મોદીએ બે વાર પાકિસ્તાનને સર્જિકલ એટેક અને એર સ્ટ્રાઈક દ્વારા સાન ઠેકાણે લાવી પાકિસ્તાનને એ વાતનો ડર હતો કે જો કોઈ હુમલો થાય છે તો તેને વળતો જવાબ જરૂર મળશે. તેથી પહલગામ હુમલા બાદ પીઓકેમાં સન્નાટો છવાયેલો છે. પાક ફૌજ પોતાની પોસ્ટ છોડી પોતાના બંકરોમાં છુપાઈ ગયા છે. હવે પોસ્ટ પર તૈનાત રહેનારા પાક સૈનિકો દેખાતા નથી. LOC પર ભારતીય સેનાએ રેડ એલર્ટ જાહેર કરી દીધું છે. પાકિસ્તાની સેનાએ એલઓસી પર ચાર વર્ષથી ચાલી રહેલા સીઝફાયરને આ મહિનામાં તોડી નાખ્યું. તે પણ એક દિવસમાં બે વાર ફાયરિંગની ઘટનાને અંજામ આપીને ભારતીય સેનાએ પણ પાકિસ્તાન સેનાની ફાયરિંગનો જડબાતોડ જવાબ આપીને ગુપ્તચરના રિપોર્ટ અનુસાર, પાકિસ્તાની સેનાએ આખા એલઓસી પર હાઈ એલર્ટ જાહેર કરી દીધું છે. આ હાઈ એલર્ટ તે દિવસે જાહેર કર્યું હતું જે દિવસે તેમણે સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. પાક ફૌજે તમામ જવાનોને એલર્ટ કર્યા હતા કે ખૂબ જ સાવધાનીપૂર્વક અને ખુદને ખુલ્લા વિસ્તારથી દૂર રાખો. ગત વર્ષે અમરનાથ યાત્રા પહેલા પણ પાકિસ્તાની આખા એલઓસી વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કર્યું હતું. જમ્મુમાં યાત્રીઓના બસ પર હુમલો અને એક પછી એક આતંકી હુમલા બાદથી પાકિસ્તાનમાં ફફડાટ હતો. પાકિસ્તાનને ભારતીય સેનાના ક્રોસ બોર્ડર રેડ અથવા સર્જિકલ સ્ટ્રાઈકનો ડર સતાવી રહ્યો હતો. LOC અને IB પર પાકિસ્તાને હાઈ એલર્ટ જાહેર કર્યું હતું. પાકિસ્તાની સેનાના ૧૦ કોર જેની જવાબદારી આખા પીઓકેની છે. તેણે પોતાના સૈનિકોની સંખ્યાને પણ વધારી દીધી હતી. ભારતીય સેનાની તૈનાતી LOC પર ખૂબ મજબૂત છે. સામાન્ય દિવસમાં પણ સેના એલર્ટ પર રહે છે. પણ રેડ એલર્ટ બાદ વધારે સખ્તી દર્શાવે છે. જેટલી પણ ફોર્સ રિઝર્વમાં હોય છે, તેમના માટે ર્વોનિંગ ઓર્ડર જાહેર કરી દીધા છે. જેથી જરૂર પડે તો તેમને પણ તૈનાત કરી દેવામાં આવે. ઉરી સર્જિકલ સ્ટ્રાઈક અને બાલાકોટ સ્ટ્રાઈકના સમયે પણ સમગ્ર LOC અને IB રેડ એલર્ટ પર હતા.