
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં મંગળવારે બપોરે થયેલા આતંકવાદી હુમલામાં બે વિદેશી પ્રવાસીઓ સહિત 28 લોકો માર્યા ગયા હતા અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બૈસરન ઘાટીમાં બની હતી. તે પહેલગામ શહેરથી 6 કિલોમીટર દૂર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આતંકવાદીઓએ પહેલા હનીમૂન મનાવવા ગયેલા કપલના યુવકનું નામ પૂછ્યું અને પછી તેને ગોળી મારી દીધી. આ જોઈને યુવકની પત્ની બેભાન થઈ ગઈ. જ્યારે ગોળીબાર કરતા આતંકવાદીઓ ભાગી ગયા. લશ્કર-એ-તૈયબાએ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. મૃતકોમાં એક ઇટાલિયન અને એક ઇઝરાયલી પ્રવાસીનો સમાવેશ થાય છે, જ્યારે બે સ્થાનિક નાગરિકો હતા. બાકીના પ્રવાસીઓ ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ અને ઓડિશાના છે. લશ્કર-એ-તૈયબાએ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.