ગઈકાલના પહેલગામ હુમલા બાદ દિલ્હીમાં ઉંચા કામની બેઠકોનો દૌર સતત ચાલુ છે અને કેન્દ્રીય સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંઘે સતત અઢી કલાક સુધી આજે સેન્યની ત્રણેય પાંખના વડા અને ચીફ ઓફ સ્ટાફ સાથે બેઠક કરી હતી જેનાથી આગામી દિવસમાં ભારત કોઈ મોટા એકશનની તૈયારીમાં હોવાના સંકેત મળે છે.
આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજીત દોભલ પણ સામેલ થયા હતા.
આ બેઠકમાં ભૂમીદળ વડા જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી તથા નૌકાદળ વડા એડમીરલ દિનેશ ત્રિપાઠી તથા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણ, હવાઈદળના વડા ઉપરાંત ડિરેકટર જનરલ ઓફ મિલિટ્રી ઓપરેશન પણ મૌજૂદ હતા.
આજે સાંજે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સલામતી બાબતોની કેબીનેટ બેઠક બોલાવી છે. માનવામાં આવે છે કે તેમાં પણ આ તમામને હાજર રહેવા જણાવાશે અને તે નિર્ણાયક બની જશે.