
દર વર્ષે ૨૫ એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ ઉજવવામાં આવે છે જેને અનુલક્ષીને GJ-18 મનપાના આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી માટેની વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવેલ જેમાં. જન આરોગ્ય શિક્ષણને લગતી વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે આંગણવાડીઓ માં શિબિર, જૂથ ચર્ચા, મમતા દિવસે સગર્ભા તેમજ ધાત્રી માતાઓને મેલેરિયાથી બચવા માટે ૪૦ થી વધારે મમતા દિવસની શિબિર કરવામાં આવી હતી. આ શિબિરમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા મેલેરિયાનો ફેલાવો, મચ્છરનું જીવનચક્ર, મચ્છરથી બચવાના ઉપાયો તેમજ મેલેરીયાના નિદાન તેમજ સારવાર વિષે એડવોકેસી વર્કશોપનું આયોજન કરી સમગ્ર સમજુતી આપવામાં આવી હતી.
જૂથ ચર્ચાનું આયોજન કરી મેલેરિયા વિશેની સમજ તેમજ તેનાથી બચવાના ઉપાયો બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા. લોકોમાં વ્યાપક જન-જાગૃતિ લાવવા 5000 જેટલી પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ બેનર દ્વારા જાગરૂકતા લાવવા IEC/BCC પ્રવૃત્તિઓ કરવામાં આવ્યા હતા. મચ્છરના પોરાના નિર્દેશન તેમજ તેના નાશ કરવા માટે સમજુતી આપવામાં આવેલ હતું. લોકોમાં વ્યાપક જાગરૂકતા લાવવા વિવિધ જાહેર સ્થળોએ બેનર લગાવવામાં આવ્યા છે તેમજ GJ-18 મનપાના વિવિધ વિસ્તારોમાં આવેલ ૬૦ જેટલા ડીજીટલ હોર્ડિંગ પર ડીજીટલ ડિસ્પ્લે કરવામાં આવેલ છે.
વધુમાં આગામી સમયમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, બાંધકામ સાઈટો પર તેમજ વિવિધ રેસીડેન્શીયલ સોસાયટીઓમાં પણ મેલેરિયા દિવસની ઉજવણીના ભાગરૂપે શિબર કરી એડવોકેસી વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે.