GJ-18 મનપા અંતર્ગત કોબા અને પેથાપુરમાં બે નવા શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્રોની સ્થાપનાને સરકારની વહીવટી મંજૂરી – મેયરશ્રી મીરાબેન પટેલ એ સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો

ગાંધીનગર,
ગાંધીનગર નગરજનોને હવે સરકારી દવાખાનામાં 24 કલાક સેવા મળી રહેશે, ત્યારે સૌથી વધારે જો વિકાસનો પથ કાપવા અને સારી સેવાનું કાર્ય થતું હોય તો તે આરોગ્ય કહી શકાય, ત્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ગાંધીનગર મહાનગરપાલિકા અંતર્ગત કોબા અને પેથાપુર વિસ્તારોમાં બે નવા શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્રો (Urban Primary Health Centres – UPHCs) સ્થાપવા માટે રૂ. ૩.૭૦ કરોડની નાણાકીય ફાળવણી સાથે વહીવટી મંજૂરી આપી છે. આ બંને આરોગ્ય કેન્દ્રોમાં ૨૪ કલાક તાત્કાલિક સારવાર ઉપલબ્ધ રહેશે, જેનાથી વિસ્તારના રહેવાસીઓને સમયસર અને ગુણવત્તાસભર આરોગ્યસેવાઓ મળશે. દરેક કેન્દ્ર માટે ૨૪ જગ્યાઓ – જેમાં તબીબી અધિકારી, બાળ અને સ્ત્રીરોગ નિષ્ણાતો, ટેકનિશિયન, નર્સિંગ સ્ટાફ અને સહાયક કર્મચારીઓનો સમાવેશ થાય છે – હંગામી અને આઉટસોર્સ પધ્ધતિથી નિમણૂક કરવામાં આવશે. આ માટે ગાંધીનગર મહાનગરપાલિકા મેયરશ્રી મીરાબેન પટેલે નવા આરોગ્ય કેન્દ્રોને મંજૂરી આપવા બદલ માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહ અને સહકાર મંત્રી તેમજ ગાંધીનગરના સાંસદશ્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે “આ ઉપક્રમે શહેરના લોકો માટે આરોગ્યની સલામતી વધુ સુનિશ્ચિત બનશે. આ મંજૂરીથી શહેરના અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓની ઉપલબ્ધિ વધશે અને લોકોના આરોગ્ય સુધારણામાં નોંધપાત્ર ભુમિકા નિભાવશે.