જીજે ૧૮ ગાંધીનગર ખાતે આજ રોજ ગાંધીનગર મહાનગરપાલિકાનીચૂંટણીઓ સંદર્ભે કોંગ્રેસવાળા જે મુરતિયાઓ ચૂંટણી લડવા ઉત્સુક છે તેમના માટે આજ રોજ કોંગ્રેસ દ્વારા સેન્સ લેવામાં આવી હતી ત્યારે ભાજપમાં હાઉસફૂલ હોય તેમ ૫૦૦થી વધારે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે ત્યારે આપ પાર્ટી પાસે પણ ટિકિટ લેવા હાલ ૧૧૬ જેટલું લિસ્ટ થયું હોવાનું સૂત્રો જણાવે છે ત્યારે ભાજપની બાજનજર કોંગ્રેસ કાર્યાલય ઉપર રાખી રહ્યું છે અને કોંગ્રેસમાંથી કયા ઉમેદવારો ઉમેદવારી નોંધાવે છે તે વોચ રાખતા કોંગ્રેસે ઊંચી સોચ વિચારીને ફક્ત નામ પૂરતું સેન્સ લેવામાં આવ્યું છે પણ મોટા માથાઓ જે ચૂંટણી લડવાના છે તે હાલ ભૂગર્ભમાં રાખ્યા છે ટિકિટ નું કમિટમેન્ટ અને ટિકિટ કોને આપવાની અને કયા મજબૂત હાથીઓને લડાવવાના છે તે કોંગ્રેસ દ્વારા મનન થઇ ગયું છે
કોંગ્રેસમાં આજે સેન્સ લેવા પ્રદેશ નિરીક્ષકોમાં જીતુભાઈ પટેલ, સંજયભાઈ અમરાણી, જયરાજસિંહ પરમાર, વંદનાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને જે ઉમેદવારોએ દાવેદારી કરી છે તેમણે પોતાની રજૂઆત કરી છે ત્યારે ભાજપ દ્વારા ભાજપ દ્વારા વોચ રાખવામાં આવી છે કે કયા ઉમેદવારો રજૂઆત કરવા નવા આવે છે ત્યારે કોંગ્રેસે વ્યૂહરચના બદલીને ખાનગી નામોની યાદી અને તેમની રજુઆત અંડરકરંટ ભૂગર્ભમાં થઇ હોવાનું સૂત્રો જણાવે છે ત્યારે ભાજપની વાત સામે કોંગ્રેસને ઉચ્ચ અપનાવીને ભાજપને માથું ખંજવાળતા કરી દીધા છે.