નગરસેવકોના લેટરપેડનો દુરુપયોગ કે શું ?

Spread the love

ગાંધીનગર મહાનગરપાલિકામાં કઈ રીતે વહીવટ ચાલે છે તે ખબર નથી ત્યારે દરેક મહિલાને મહિલા ઉત્કર્ષની ગ્રાન્ટમાંથી ૫૦૦૦૦ રૂપિયા દર મહિને વાપરવા મળે છે ત્યારે આ ગ્રાન્ટનો ઉપયોગ થાય તે જરૂરી છે ત્યારે આ ગ્રાન્ટનો દુરુપયોગ થયો હોય તેવું પ્રતીત થયું હોવાનું લોકોમાં ચર્ચા જગાવી છે ત્યારે ત્રણ જેટલા નગરસેવકોએ ગ્રાન્ટ ન લીધી હોવાનું જણાવ્યું હતું તો લીધી જ નથી તો પછી લેટર પેડ નો ઉપયોગ કોણે કર્યો??

ભાજપ-કોંગ્રેસની મિલીભગતથી મહિલા ઉત્કર્ષની ગ્રાન્ટમાંથી નગરસેવકોએ દિવાળી ઉજવી છે તેમાં બેમત નથી કારણ કે મહિલા ઉત્કર્ષની ગ્રાન્ટ એક વર્ષમાં ૫૦ હજારની મર્યાદામાં વાપરવાની હોય છે ત્યારે મોટાભાગના નગરસેવકોએ ઓક્ટોબર મહિનામાં આ ગ્રાન્ટ વાપરીને દિવાળી કરી લીધી હોવાનું લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે ફક્ત ભાજપની બે મહિલાએ આ ગ્રાંટનો સદુપયોગ થાય તે માટે તેમણે બ્લડ ડોનેશન કેમ્પમાં જેણે લોકો બ્લડ ડોનેટ કર્યું હતું તે તમામને બેગ આપવામાં આવી હતી અને ગણપતિની મૂર્તિ ને નગર સેવક હર્ષાબા ધાંધલ દ્વારા આપવામાં આવી હતી ત્યારે બીજા ભાજપના નગરસેવક પ્રવિણાબેન વોરા દ્વારા  મંદિરમાં ભજન મંડળીને સ્ટીરીયો ટેપ આપ્યા હતા જે બિલ રજુ કરેલ છે બાકી મહિલા ઉત્કર્ષની ગ્રાન્ટ કોઈ મહિલાઓના ઉત્કર્ષ માટે નહીં પણ દિવાળીના ઉત્સવ માટે વપરાયો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આ ગ્રાન્ટ વાપરવા માટે નગરસેવક નું લેટરપેડ ઉપર ભલામણ જોઈએ અને આ સંસ્થાનું નામ લખવું પડે ત્યારે ભાજપ કોંગ્રેસ નું સેટિંગ ડોટ કોમ  આ સંસ્થા જોડે હોય તેમ મોટા ભાગના નવા સિવા કોઈ સિદ્ધિવિનાયક ફાઉન્ડેશન સંસ્થા જેના પ્રમુખ ડી બી ગઢવી હોવાનું લેટરપેડ ઉપર છે ત્યારે આ સંસ્થા ના મોટાભાગના કાર્યક્રમો ઓક્ટોબર મહિનામાં થઈ ગયા છે ત્યારે આ બિલની રકમ પ્રથમ સંસ્થાને મળી હોવાનું માહિતી પ્રાપ્ત થયેલી છે

ગાંધીનગર મહાનગરપાલિકાના નગરસેવકોમાં બે-ત્રણ નગરસેવકોએ આ ગ્રાંટ પોતે નહીં લીધી હોવાનું અને આ ગ્રાન્ટ વાપરી ન હોવાનું રટણ કર્યુ છે ત્યારે આ ગ્રાન્ટની રકમ ન વાપરી હોય તો પાસ કઈ રીતે થઈ ? કારણ કે નગરસેવકના લેટરપેડ ઉપર સહી ના કરી હોય અને ભલામણ ન હોય ત્યાં સુધી આ ગ્રાન્ટ અન્ય સ્થાને રકમ મળે નહીં તો પછી આ શું??

બે જેટલા નગરસેવકોએ ઉહાપોહ મચાવ્યો છે જેમાં નગરસેવા કોના લેટરપેડ નો દુરુપયોગ થયો હોવાનું પણ ચર્ચાઈ જાેર પકડ્યું છે ત્યારે સૌથી  ઉહાપોહ  કરનારા નગરસેવકોમા સૌથી વધારે કોંગ્રેસના છે

ભાજપ કોંગ્રેસનું સેટિંગ ડોટ કોમ થી ગ્રાન્ટો મહિલા ઉત્કર્ષની વાપરવામાં આવી છેતેમાં ફક્ત અને ફક્ત શિબિર અને નાટકોમાં વાપરવામાં આવી છે પ્રજાને અડધી ચા નહી પીવડાવનારા અને ચા પણ પ્રજાની પી જનારા મહિલા ઉત્કર્ષની ગ્રાન્ટ ૫૦૦૦૦ વાપરી તે પણ ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે આ મુદ્દે હાલ ઘમાસાણ ચાલી રહ્યું છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com