ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે. સે-૬ ત્યારે ખાતે આવેલા પોલીસ સ્ટેશનમાં પૂર્વ ભાજપ શહેર પ્રમુખ (ગાંધીનગર) પોતે ચાલ ચલગતનું પ્રમાણપત્ર મેળવવા ગયા હતા , ત્યારે તેમણે રોફ માર્યો કે હું ગાંધીનગર ભાજપ શહેરપ્રમુખ છું ત્યારે પોલીસકર્મી જોડે જીભાજોડી થવા પામી હતી ત્યારે ખરેખર મહેન્દ્ર પટેલ (દાસ) પોતે હાલ શહેરપ્રમુખ નહીં પણ પૂર્વ શહેરપ્રમુખ છે. જે હોદ્દો ન હોય અને હોદ્દા નો રોફ જમાવતાં જતા પોલીસે તપાસ કરતાં એક્સ પ્રમુખ હોવાનું નીકળતા પોલીસે આ સંદર્ભે હોદ્દો શહેર પ્રમુખનો નથી અને શહેરપ્રમુખ કહી રહ્યા છો . તે બાબતે હુંસાતુસી થતા કાર્યકરો સે -૬ પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા. જે મામલે માથાકૂટ થઈ હતી એમાં પોલિસ ઇન્સ્પેક્ટર ની ચેમ્બર માં પૂર્વ પ્રમુખ દરવાજો ખોલી અંદર જતાં રહેતા પોલિસકર્મીએ રજા લઈને જવાનું કહેતા મામલો બીચક્યો હતો